Site icon Revoi.in

પાકિસ્તાનના વિદેશ મંત્રીઓ છેલ્લે માની જ લીધુ, કે કલમ-370 એ ભારતનો આંતરિક મામલો

Social Share

દિલ્લી: કાશ્મીર મુદ્દે ભારત સાથે હંમેશા લડતા-ઝઘડતા પાકિસ્તાન અચાનક સૂર બદલાયા હોય તેવુ લાગી રહ્યુ છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમુદ કુરેશીએ એવુ નિવેદન આપ્યું છે જેને જોઈને તમામ ભારતીયો જ નહી પરંતુ પાકિસ્તાનની સામાન્ય જનતા પણ દાંત વચ્ચે આંગળી દબાવી હશે.

પાકિસ્તાન ટીવી ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં, મહેમૂદ કુરેશીએ કલમ 37૦ ને ભારતનો આંતરિક મામલો માન્યો છે. અત્યાર સુધી પાકિસ્તાન કલમ 37૦ હટાવવાનો વિરોધ કરી રહ્યું હતું, પરંતુ આર્ટિકલ 37૦ના હટાવ્યાના 21 મહિના પછી, મહેમૂદ કુરેશીએ જાહેરમાં તેને ભારતનો આંતરિક મુદ્દો ગણાવ્યો છે.

5 ઓગસ્ટ, 2019ના રોજ કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતા આર્ટિકલ 370ને દૂર કરી. આ સાથે જમ્મુ-કાશ્મીરને જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં પણ વહેંચવામાં આવ્યો હતો. બંનેને કેન્દ્રશાસિત પ્રદેશો બનાવવામાં આવ્યા હતા. જો કે, જમ્મુ-કાશ્મીરને વિધાનસભા સાથે કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યું છે, જ્યારે લદ્દાખમાં વિધાનસભા નથી.

જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 37૦ હટાવવાનો પાકિસ્તાન દ્વારા જોરદાર વિરોધ કરવામાં આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય મંચો પર પણ પાકિસ્તાન તરફથી તે બાબતે અવાજ ઉઠાવવામાં આવ્યો હતો.