દિલ્હીઃ પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાનની મુશ્કેલીનો અંત આવી રહ્યો નથી અનેક વાદ વિવાદમાં ફસાયેલા મંત્રીને હવે સજા મળી ચૂકી છે તોશખાના કેસને લઈને કોર્ટે ઈમરાન ખાનને ત્રણ વર્ષની સજા ફટકારી છે.
ઉલ્લેખનીય છે કે આ કેસ ઈમરાન ખાન વિરુદ્ધ ઓગસ્ટ 2022માં દાખલ થયો હતો તોશાખાના કેસ મામલે ઈમરાન પર પાકિસ્તાનના ચૂંટણી પંચને વાર્ષિક સંપત્તિ સબમિશનમાં તોશખાન ભેટની વિગતો શેર ન કરવાનો આરોપ હતો. ત્યારે આ મામલે હવે કોર્ટે ચૂકાદો સંભળાવ્યો છે
પ્રાપ્ત વિગત પ્રમાણે તોશખાના કેસમાં પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને દોષી ઠેરવવામાં આવ્યા છે.ઈસ્લામાબાદ કોર્ટે તેને ત્રણ વર્ષની સજા ફટકારી છે. સજા સંભળાવ્યા બાદ ઈમરાન હવે આગામી પાંચ વર્ષ સુધી ચૂંટણી પણ લડી શકશે નહીં.
ઉલ્લેખનીય છે કે ઈમરાન ખાન પર દેશની સરકારી તિજોરીમાંથી મોંઘી ભેટ સસ્તા ભાવે વેચવાનો આરોપ લાગ્યો હતો જાણકારી અનુસાર સસ્તા ભાવે વેચીલી આ ભેંટ પાકિસ્તાનને વિદેશમાંથી મળી હતી. આ મામલે પાકિસ્તાની મીડિયાની જો માનીએ તો આજરોજ શનિવારે ઈસ્લામાબાદની ટ્રાયલ કોર્ટે તોશખાના કેસમાં પીટીઆઈના અધ્યક્ષ ઈમરાન ખાનને દોષી કરાર આપ્છેયો . ચુકાદો આપતી વખતે કોર્ટે તેને ત્રણ વર્ષની જેલની સજા ફટકારી હતી. કોર્ટે પીટીઆઈ ચીફ પર 1 લાખ રુપિયાનો દંડ પણ લાદ્યો છે.