Site icon Revoi.in

પાકિસ્તાનના પૂર્વ PM નવાઝ શરીફના જમાઈએ ભારત અને ઈઝરાયલને પરમાણુ હુમલાની આપી ધમકી

Social Share

નવી દિલ્હીઃ ઈઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધને લઈને દુનિયા બે ભાગમાં વહેંચાઈ ગઈ છે. મોટાભાગના ઈસ્લામિક દેશો આતંકવાદી સંગઠન હમાસને સમર્થન આપી રહ્યાં છે. જ્યારે હમાસના હુમલાના વિરોધમાં ભારત અને અમેરિકા સહિતના દેશોએ ઈઝરાયલને સમર્થન આપ્યું છે. બીજી તરફ હમાસના ખાતમાની પ્રતિજ્ઞા સાથે ઈઝરાયલની સેના ગાઝા પટ્ટીમાં હમાસના ઠેકાણા ઉપર સતત હવાઈ હુમલા કરવામાં આવી રહ્યાં છે. દરમિયાન કેટલાક ઈસ્લામિક દેશોમાં ઈઝરાયલના વિરોધમાં લોકોના દેખાવો કરીને પેલિસ્ટાઈનને સમર્થન આપી રહ્યાં છે. દરમિયાન ઈઝરાયલના વિરોધમાં પાકિસ્તાનમાં પણ એક વિશાળ રહેલી યોજાઈ હતી. જેમાં પૂર્વ પીએમ નવાઝ શરીફના જમાઈએ ઈઝરાયલ અને ભારતને ધમકી આપીને પરમાણુ હુમલાની ચિમકી ઉચ્ચારી હતી. એટલું જ નહીં તેણે મુસ્લિમોને ગઝવા-એ-હિંદ માટે તૈયાર રહેવાની અપીલ કરીને આડકતરી રીતે ભારત ઉપર હુલાનો સંદેશ આપ્યો હતો.

પાકિસ્તાનના પૂર્વ પીએમ નવાઝ શરીફના જમાઈ અને પાકિસ્તાન મુસ્લિમ લીગ (એન)ના નેતા કેપ્ટન સફદરએ એક રેલીને સંબોધિત કરતા ખુલ્લેઆમ ભારત અને ઈઝરાયલની વિરોધમાં ઝેર ઓક્યું હતું. તેમજ મુસ્લિમોને ગઝવા-એ-હિંદ માટે તૈયાર કરવા આહવાન કરીને ઈઝરાયલ ઉપર પરમાણુ હુમલો કરવાની ધમકી આપી હતી. કેપ્ટન સફદરએ પેશાવરમાં પેલિસ્તીન સમર્થન રેલીમાં આવુ ભડકાવતુ નિવેદન કર્યું હતું.

સફદરે લોકના ટોળાને ઉશ્કેરતા જણાવ્યું હતું કે, જો મુસલમાન જિહાદ ના કરે તો અપમાન તેની રાહ જોવે છે. મુસલમાન જો જિહાદ કરવા માટે તૈયાર ના થાય તો તેને જિલ્લતનો સામનો કરવો પડે છે. જેથી મુસલમાનોએ જિહાદ માટે તૈયાર રહેવુ જોઈએ અને  ગઝવા-એ-હિંદ માટે તૈયાર રહેજો. તેણે વધુમાં કહ્યું કે, પાકિસ્તાનના પરમાણુ બોમ્બ તમામ મુસ્લિમોના છે, દરમિયાન પેલિસ્ટીન અને કાશ્મીરનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, પેલિસ્ટાનના મુસલમાનો ઉપર અત્યાર થઈ રહ્યાં છે તથા ગાઝામાં મહિલાઓ અને બાળકોની હત્યા કરવામાં આવી રહી છે. તેમજ નવાઝ શરીફના નિવેદનનો હવાલો આપીને તેણે કાશ્મીરને લઈને પરમાણુ હુમલાની ધમકી આપી હતી.