પાકિસ્તાનના મિત્ર અઝરબૈજાનએ ભારત, ફ્રાંસ અને ગ્રીસ સામે રોષ વ્યક્ત કર્યો
નવી દિલ્હીઃ ભારત અને આર્મેનિયા વચ્ચે સંબંધ સતત વધી રહ્યાં છે. ભારત આર્મેનિયાને હથિયારો સપ્લાય કરે છે, જેના પરિણામે આર્મેનિયાનું કટ્ટર દુશ્મ અઝરબૈજાન ફ્રાંસ, ગ્રીસ અને ભારત સામે રોષ વ્યક્ત કર્યો છે. અઝરબૈજાન પાકિસ્તાનનું મિત્ર છે જે કાશ્મીરના મુદ્દે પાકિસ્તાનને સમર્થન આપે છે. જ્યારે આર્મેનિયા કાશ્મીર મુદ્દે સતત ભારતને સમર્થન આપી રહ્યું છે. અઝરબૈજાનના રાષ્ટ્રપતિ ઈલ્હામ અલીયેવએ કહ્યું હતું કે, ભારત, ફ્રાંસ અને ગ્રીસ તરફથી આર્મેનિયાને હથિયારો આપે છે જે અઝરબૈજાનની સામે છે. અલીયેવએ કહ્યું કે, આવી હાલતમાં અમે હાથ ઉપર હાથ રાખીને બેઠી ના શકીએ.
એક યુનિવર્સિટીના સમ્મેલનને સંબોધિત કરતા ઈલ્હામએ જણાવ્યું હતું કે, જ્યારે ભારત, ફ્રાંસ અને ગ્રીસ અમારા વિરોધમાં આર્મેનિયાને હથિયારો આપશે તો અમે ચુપ નહીં રહીએ. તેઓ ખુલ્લેઆમ કરી રહ્યાં છે. આમ તેઓ કંઈ સાબિત કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે. અમે હાથ ઉપર હાથ રાખીને બેઠીશુ નહીં. બીજી તરફ આર્મેનિયાએ ભારત સાથે રણનીતિક ભાગીદારી સુધીના સંબંધ વધારવાની ઈચ્છા વ્યક્ત કરી છે. આર્મેનિયાના શ્રમ મંત્રીએ જણાવ્યું હતું કે, અમારા સંબંધ આજે સ્તર ઉપર પહોંચ્યાં છે તેને રણનૈતિક ભાગીદારી તરફ પરિભાષિત કરાશે. મને આશા છે કે, અમારા વિદેશ મંત્રી આ મુદ્દે જરુર ચર્ચા કરશે.
એક રિપોર્ટ અનુસાર, ભારત ઉપરાંત ફ્રાંસ પણ આર્મેનિયાને હથિયારો મોકલે છે જેને લઈને અઝરબૈજાને વિરોધ નોંધાવ્યો હતો. અઝરબૈજાને કહ્યું હતું કે, આવી રીતે જ ફ્રાંસ હથિયાર આપશે તો દક્ષિણ કાકેશસમાં હિંસા વધી શકે છે.