Site icon Revoi.in

કાશ્મીરમાં પિસ્ટલ કિલિંગ પાછળ પાકિસ્તાનનું માઈન્ડઃ ISIએ અનેક નાના-નાના આતંકવાદી સંગઠનો ઉભા કર્યાં

Social Share

દિલ્હીઃ કાશ્મીરમાં થઈ રહેલી પિસ્ટલ કિલિંગને લઈને પાકિસ્તાનના કાવતરાનો ખુલાસો થયો છે. પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈએ કાશ્મીરમાં નવા નામ સાથે અનેક આતંકવાદી સંગઠનો ઉભા કરી દીધા છે. રવિવારે બે શ્રમજીવીઓની કાશ્મીરમાં હત્યા કરવામાં આવી હતી. જેની જવાબદારી યુનાઈટેડ લિબ્રેશન ફ્રન્ટ-જમ્મુ એન્ક કાશ્મીરએ લીધી છે.

સુત્રોના જણાવ્યા અનુસાર શ્રીનગરમાં આતંકવાદીઓએ 7મી ઓક્ટોબરના રોજ એક સ્કૂલના પ્રિન્સિપાલ સુપિન્દર અને શિક્ષક દીપક ચાંદની હત્યા કરી હતી. આ બંને હત્યાની જવાબદારી આતંકવાદી સંગઠન ગિલાની ફોર્સે લીધી છે. જો કે, આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાની નવી શાખા ધ રજિસ્ટેન્સ ફ્રન્ટએ આ હત્યાની જવાબદારી લીધી હતી.

જમ્મુ-કાશ્મીર પોલીસની ગુપ્તચાર શાખા સાથે જોડાયેલા એક અધિકારીએ જણાવ્યું હતું કે, પાકિસ્તાને હવે આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોથી બચવા માટે નવો ગેમ પ્લાન તૈયાર કર્યો છે. પાકિસ્તાનના આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા અને જેશ-એ-મહંમદની કમાન પાકિસ્તાનના આઈએસઆઈના હાથમાં છે. હવે તેમણે નવા સભ્યોને જોડીને કાશ્મીરમાં નાના-નાના ગ્રુપ ઉભા કરવામાં આવ્યાં છે. પિસ્ટલ કિલિંગનો ટાર્ગેટ આ ગ્રુપ સાથે જોડાયેલા આતંકવાદીઓને સોંપવામાં આવે છે. પાકિસ્તાન સમર્થિત આતંકવાદી સંગઠન યૂનાઈટેડ લિબ્રેશન ફ્રન્ટ-જમ્મુ એન્ડ કાશ્મીર પણ આ ગ્રુપનો એક હિસ્સો છે.

જમ્મુ-કાશ્મીર મામલે સિક્યોરિટી એક્સપર્ટ કેપ્ટન અનિલ ગોરએ જણાવ્યું હતું કે, પાકિસ્તાન હવે નવી ચાલ એવી છે કે, કાશ્મીરમાં જે પણ હત્યા થઈ રહી છે તે તેમનો આંતરિક મામલો છે. પાકિસ્તાનની આઈએસઆઈનો પ્રયાસ છે કે, આવી રીતે નાના-નાના આતંકવાદી ગ્રુપો દ્વારા હત્યા કરાવીને હિન્દુ-મુસ્લિમ વચ્ચે તકરાર ચાલુ રાખી શકાય. જેથી પાકિસ્તાન આતંરરાષ્ટ્રીય સ્તર ઉપર પોતાને આતંકવાદી પ્રવૃતિઓથી દૂર હોવાનું સાબિત કરવા માંગે છે.