પાકિસ્તાનની નાપાક હરકતઃ ફરીથી જમ્મુ-કાશ્મીરના સાંબામાં મોડી રાતે 4 સ્થળો એ શંકાસ્પદ ડ્રોન દેખાયા
- જમ્મુ કાશ્મીરમાં ફરી દેખાયું શંકાસ્પદ ડ્રોન
- ચાર સ્થળોએ મોડી રાતે ડ્રોન દેખાતા જરનો માહોલ
શ્રીનગરઃ- જમ્મુ કાશ્મીરમાં છેલ્લા ઘણ સમયથી પાડોશી દેશની નજર છે, અવાર-નવાર નાપાક ઈરાદાઓને અંજામ આપવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, જો કે ભારતીય સેનાના જવાનો તેમની નાપાક હરકતમાં તેમને કામિયાબ થવા દેતા નથી, આ સાથે જ જમ્મુ કાશ્મીરમાં થોડા સમય પહેલા ડ્રોન વડે થયેલા હુમલા બાદ ડ્રોન દેખાવાની ઘટનામાં પણ વધારો થયો છે.
મળતી માહિતી પ્રમાણે જમ્મુ કાશ્મીરના સાંબા જીલ્લામાં બારી બ્રાહ્મણ વિસ્તારમાં ચાર સ્થળોએ વિતેલી મોડી રાતે ડ્રોનની શંકાસ્પદ હિલચાલની જાણ થઈ છે.મોડી રાત્રે અહી ચાર સ્થળો એ શંકાસ્પદ ડ્રોન દેખાયા હતા, તાજેતરના દિવસોમાં સરહદ પર પાકિસ્તાનને અડીને આવેલા વિસ્તારોમાં ઘણા શંકાસ્પદ ડ્રોન જોવા મળ્યા છે. શનિવારની રાતે પણ સાંબામાં બે શંકાસ્પદ ડ્રોન દેખાયા હતા.ત્યાર બાદ થોડા કલાકોમાં જ સ્થાનિક લોકોએ મોડી રાત્રે જમ્મુના ડોમાના વિસ્તારમાં વધુ એક શંકાસ્પદ ડ્રોન પણ જોયું હતું.
બારી બ્રાહ્મણ પોલીસ સ્ટેશન હેઠળ તૈનાત જમ્મુ કાશ્મીર પોલીસ કર્મચારીઓએ આ ડ્રોન જોયું હતું. ડ્રોન રેન્જની બહાર ઉડતા હોવાથી અધિકારીઓએ ફાયરિંગ કર્યું ન હતું. જો કે, તેમણે 92 ઈન્ફ્રેન્ટિ બ્રિગેડ હેઠળ તૈનાત સૈનિકોને તેમના સમર્થન માટે વિનંતી કરી છે. તે એક એક મોટો ઔદ્યોગિક ઝોનપણ છે.જે કાલુચક લશ્કરી સ્ટેશનથી એક કિલોમીટર દૂર છે જ્યાં તાજેતરમાં ડ્રોન જોવા મળ્યા હતા. તેઆ વિસ્તાર જમ્મુને પંજાબ સાથે જોડતા હાઇવેની બાજુમાં આવેલો છે અને જમ્મુની સરહદને અડીને સ્થિ છે.
ઉલ્લેખનીય છે કે વાયુસેનાના સ્ટેશન પર ડ્રોન વડે થયેલા હુમલા બાદ ડ્રોનની હિલચાલ વધતી જોવા મળી રહી છે.વિતેલા બે દિવસથી સતત ડ્રોન દેખાવાની ઘટના સામે આવી રહી છે.