- પાકિસ્તાનની નાપાક હરકત
- વિતેલા દિવસે બે વખત ગુરદાસપુરમાં જોવા મળ્યું ડ્રોન
- જવાબી કાર્યવાહીમાં બીએસએફના જવાનોએ કર્યું ફાયરિંગ
દિલ્હીઃ- પાડોશી દેશ પાકિસ્તાન દ્વારા અવાનનવાર સરહદો પર ડ્રોનની ઘુસણખોરી કરાવવાના પ્રયોસો કરવામાં આવી રહ્યા છે, જો કે ભારતીય સેના આમ કરવામાં દુશ્મનોને સફળ થવાદેતી નથી, ત્યારે બોર્ડર સિક્યુરિટી ફોર્સના જવાનોએ ફરી એક વખત પાકિસ્તાનના નાપાક ઈરાદાઓને નિષ્ફળ બનાવ્યા છે.
વિતેલા દિવસને મંગળવારની રાત્રે બીએસએફના જવાનોએ ગુરદાસપુર સેક્ટરમાં ભારતીય ક્ષેત્રમાં પ્રવેશતા પાક ડ્રોન પર ફાયરિંગ કર્યું અને તેમને પાછા ફરવાની ફરજ પાડી. પ્રથમ ડ્રોને BOP બોહાડ વડાલાની સરહદમાંથી અને બીજી વખત BOP બ્રોન્ઝ બર્મનથી પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. ઘટના બાદ બીએસએફના ડીઆઈજી પ્રભાકર જોશી ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.
ડીઆઈજી પ્રભાકર જોશીએ આ બાબતે જણાવ્યું હતું કે બીએસએફની 89 બટાલિયન બીઓપી બોહાડ વડાલાની સરહદ પર તૈનાત મહિલા કોન્સ્ટેબલ પ્રિયંકા અને પુષ્પાએ પાક ડ્રોન પર 29 ફાયરિંગ કર્યા હતા. ત્યાર બાદ બીઓપી બ્રોન્ઝ બર્મનમાં, બીએસએફની 121 બટાલિયનના સૈનિકોએ ભારતીય સરહદમાં ડ્રોન દાખલ કરવાનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો.
આ ઘટના બાદ બટાલિયન કમાન્ડન્ટ પ્રદીપ કુમાર અને બીએસએફના જવાનોએ આ વિસ્તારમાં શોધખોળ કરી હતી. ગયા મહિને પંજાબના ગુરદાસપુર જિલ્લામાં ડેરા બાબા નાનક ખાતે ભારત-પાકિસ્તાન સરહદ નજીક અન્ય એક ડ્રોન જોવા મળ્યું હતું. બે દિવસ પહેલા જ જમ્મુના ફલિયન મંડલ વિસ્તારમાં ડ્રોને અનેક હથિયારો ફેંક્યા હતા.
પંજાબના મુખ્યમંત્રીએ ગૃહમંત્રી અમિત શાહને સરહદ સીલ કરવાની વિનંતી કરી હતી, જ્યારે પંજાબમાં સરહદ પારથી ડ્રગ્સ અને હથિયારોની ગેરકાયદેસર દાણચોરી રોકવા માટે, મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ મંગળવારે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પાસેથી વ્યક્તિગત હસ્તક્ષેપ માંગતા સીલ મારવાની અપીલ પણ કરી હતી.