Site icon Revoi.in

 પાકિસ્તાનની નાપાક હરકત પર પાણી ફરી વળ્યું -BSF ના જવાનોએ સીમા પર ડ્રોન દેખાતા તેને  તોડી પાડ્યું 

Social Share

શ્રીનગરઃ- દેશની સરહદની સુરક્શા માટે સેનાના જવાનો દિવસ રાત મહેનત કરીને દેશના લોકોની સતત રક્ષા કરે છે આ સાથે જ દુશ્મનોની નાપાક હરકત પર નજકર રાખીને તેને નાકામ કરે છે ત્યારે ફરી એક વખત બીએસએફના જવાનોએ દુશ્મન દેશ પાકિસ્તાનની નાપાક હરકત પણ પાણી ફેરવ્યું છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે એલઓસી આજરોજ  શુક્રવારે અજનાલા સબ-ડિવિઝન હેઠળના રામસાસ ગામ નજીક સીમા પર  ડ્રોન દેખાતા તેને તોડી પાડ્યું હતું. આ ઘટના સવારે ચાર વાગ્યાની આસપાસ બની હતી. ડ્રોનનો અવાજ સાંભળતા જ ફરજ પરના જવાનો એક્શનમાં મોડમાં આવી ગયા હતા. આ પછી કાર્યવાહી કરતા ડ્રોનને તોડી પાડવામાં આવ્યું હતું.અને પાકિલસ્તાનની નાપાક હરકતને નષ્ટ કરવામાં આવી હતી.

જાણકારી પ્રમાણે આ  ડ્રોન પાકિસ્તાનની દેવરી ફોરવર્ડ પોસ્ટ દ્વારા ભારતીય ક્ષેત્રમાં ઘૂસ્યું હતું. જે વિસ્તારમાં ડ્રોન મોકલવામાં આવ્યું છે તે ગીચ જંગલનો વિસ્તાર છે. ડ્રોનને શેરડીના ખેતરમાં તોડી પાડવામાં આવ્યું હતું. તોપમારો ઉપરાંત આકાશને રોશન કરવા માટે ઉપયોગમાં લેવાતા બોમ્બથી સૈનિકોએ ડ્રોન પર વાર કર્યો હતો. 

ડીઆઈજીએ આપેલી માહિતી પ્રમાણે શાહપુર બોર્ડર આઉટ પોસ્ટ પાસે તૈનાત 73 બટાલિયનના જવાનોએ ડ્રોનને નીચે ઉતાર્યું હતું. ફરજ પરના અમારા સૈનિકોએ દક્ષતા બતાવી ફાયરિંગ કર્યું હતું અને કૌશલ્ય તથા હિંમત દર્શાવી છે.