- પાકિસ્તાનમાં મહિલા શિક્ષકોને ફિટ પડા પહેરવા પર પ્રતિબંધ
- પુરુષ શિક્ષકોને જીન્સ ટી શર્ટ પહરવા પર પણ રોક
દિલ્હીઃ પાડોશી દેશ પાકિસ્તાન તેની દરેક હરકતને લઈને હંમેશા વિવાદમાં રહે છે, ત્યારે હાલ તાલિબાને કરેલા અફઘાન પર કબજાને લઈને પાકિસ્તાનને વિશ્વભરમાંથી ખરા ખોટી સાંભળવા મળી રહી છે, ત્યારે હવે તાલિબાનના શુર પાકિસ્તાનમાં ફૂંકાવા લાગ્યા છે, પાકિસ્તાન નિયમોની બાબતમાં તાલિબાનના માર્ગે જઈ રહેલું જોવા મળી રહ્યું છે,પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનના શાસન હેઠળ મહિલાના કપડાઓ બાબતે અવનવા ફતાવાઓ આપવામાં આવ્યા છે .હવે મહિલા શિક્ષકોને સ્કૂલોમાં પણ ચુસ્ત કપડાં ન પહેરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
પાકિસ્તાનના ફેડરલ ડિરેક્ટોરેટ ઓફ એજ્યુકેશ એ એક અધિસૂચના બહાર પાડીને મહિલા શિક્ષકોને જીન્સ અને ચુસ્ત કપડાં ન જણાવાયું છે.આ સાથે જ પુરુષ શિક્ષકોને જીન્સ અને ટી-શર્ટ પહેરવાથી રોકવા માટે જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે. પાકિસ્તાની મીડિયા એહવાલ પ્રમાણે શિક્ષણ નિયામકે સોમવારે આ બાબતે શાળાઓ અને કોલેજોના આચાર્યોને પત્ર મોકલ્યો છે.
આ લખેલા પત્રમાં, આચાર્યોને ખાતરી કરવા માટે કહેવામાં આવ્યું છે કે સ્ટાફનો દરેક સભ્ય સભ્યતા વાળઆ કપડાં પહેરીને આવે અને તેમનો શારીરિક દેખાવ સારી રીતે રજૂ કરે. આ ઉપરાંત, સ્વચ્છતા અંગે સારા પગલાંનું પાલન કરવાનું કહેવામાં આવ્યું છે. તેમાં નિયમિત વાળ કાપવા, દાઢી કરવી, નખ કાપવા, સ્નાન કરવું અને દૂર્ગંધ અથવા અત્તરનો ઉપયોગ કરવા જેવા સારા પગલાંનું વર્ણન પણ શામેલ છે.
આ આદેશ પત્ર પ્રમાણે મહિલા શિક્ષકોને જીન્સ કે ટાઈટ કપડા પહેરવા દેવામાં આવશે નહીં. તેમને “સરળ અને યોગ્ય સલવાર કમીઝ, ટ્રાઉઝર, દુપટ્ટા અથવા શાલ સાથે શર્ટ” પહેરવાનું કહેવામાં આવ્યું છે.આ સાથે જણાવાયું છે કે, પરદો કરતી મહિલાઓને તેમના સુઘડ દેખાવની ખાતરી કરતી વખતે સ્કાર્ફ કે હિજાબ પહેરવાની મંજૂરી આપવામાં આવશે. શિયાળાની ઋતુમાં, મહિલા શિક્ષકો “યોગ્ય રંગો અને ડિઝાઇન” ના કોટ, બ્લેઝર, સ્વેટર, જર્સી, કાર્ડિગન્સ અને શાલ પહેરી શકે છે. આમ તો પાકિસ્તાન મહિલાઓના પોષાકને લઈને અવારનવાર ચર્ચામાં આવતું હોય છે ત્યારે હવે પુરુષ અને મહિલા બન્નેને લઈને નવા નિયમો જારી કર્યા છે.