Site icon Revoi.in

આતંકવાદને પ્રોત્સાહન આપતા પાકિસ્તાનના PM ઈમરાનખાને નરેન્દ્ર મોદી ઉપર કર્યાં આક્ષેપ

Social Share

દિલ્હીઃ આતંકવાદ અને આર્થિક મુશ્કેલી સહિતની સમસ્યાનો સામનો કરતા પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાને ફરી એકવાર ભારત ઉપર આક્ષેપ કર્યો છે. તેમજ ભારત અને પશ્ચિમી દેશોની નીકટતાએ પાકિસ્તાનની ઉંઘ હરામ થઈ ગઈ છે. ઈમરાન ખાને આરોપ લગાવ્યો કે, ભારતની મોદી સરકાર નસ્લવાદી છે. પશ્ચિમી દેશો આતંકવાદને લઈને પાકિસ્તાનનું તો ખુબ ખરાબ બોલે છે પરંતુ કોઈ પણ હિન્દુસ્તાનની ફાસીવાદી નીતિઓ પર કશું બોલતા નથી. તેમજ ફરી એકવાર કાશ્મીરમાં અત્યાચારનો આલાપ આરોગ્યો હતો.

આતંકવાદ મુદ્દે ઈમરાન ખાને કહ્યું કે કોઈ પણ ધર્મ આતંકવાદને પરવાનગી આપતો નથી. આમ છતાં કેટલાક દેશો ધર્મને આતંકવાદ સાથે જોડે છે. 9/11 ના હુમલા બાદ ઈસ્લામને આતંકવાદ સાથે સીધો જોડવામાં આવ્યો, જે હજુ પણ ચાલુ છે. ભારત જમ્મુ અને કાશ્મીરમાં જે કરી રહ્યું છે તેને ડેમોક્રેસી કહેવાય છે. કોઈ પણ પશ્ચિમી દેશ તેની ટીકા કરતું નથી. હિન્દુસ્તાનમાં જે પ્રકારે નસ્લવાદી સરકાર આવી છે તેની નીતિઓ ફાસીવાદી છે. ત્યાં અલ્પસંખ્યકો સાથે ભેદભાવ થાય છે. પરંતુ બધા ચૂપ છે. જે કઈ પણ કાશ્મીરમાં થઈ રહ્યું છે, જો તે અન્ય કોઈ દેશમાં થાત તો તમે વિચારી શકો છો કે કેટલો શોર મચી ગયો હોત.

પાકિસ્તાની પીએમએ વધુમાં કહ્યું કે, પશ્ચિમી દેશો આતંકવાદ વિરુદ્ધ જંગમાં પાકિસ્તાનને તેના બલિદાનનો શ્રેય આપતા નથી. આ લડતમાં અમેરિકા અને અન્ય પશ્ચિમી દેશોનો સાથ આપીને પાકિસ્તાનની બદનામી જ થઈ. પાકિસ્તાન પર આરોપ લાગ્યો છે કે તે ડબલ ગેમ રમી રહ્યું છે. જ્યારે અમારા દેશે આતંકવાદ વિરુદ્ધ યુદ્ધમાં સૌથી વધુ નુકસાન ઝેલ્યું છે. અફઘાનિસ્તાનમાં યુદ્ધથી પણ પાકિસ્તાનને તો ખોટ જ ગઈ છે. આ યુદ્ધમાં અમારા 80 હજારથી વધુ લોકો માર્યા ગયા હતા. જ્યારે 100 અબજ ડોલરનું નુકસાન થયું છે.