Site icon Revoi.in

પાકિસ્તાનની સરહદ પાર આતંકવાદની નીતિ ક્યારેય સફળ નહીં થાય : ડૉ. એસ. જયશંકર

Social Share

પાકિસ્તાનની સરહદ પાર આતંકવાદની નીતિ ક્યારેય સફળ નહીં થાય અને તેના નિશ્ચિત પરિણામો આવશે તેમ વિદેશમંત્રી ડૉ. એસ જયશંકરે જણાવ્યું છે.

ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રની મહાસભાના 79માં સત્રને સંબોધન કરતા તેમણે આ વાત કહી. ડૉ. જયશંકરે જણાવ્યું કે બંને દેશો વચ્ચે ઉકેલવા માટેના મુદ્દાઓમાં પાકિસ્તાન દ્વારા ગેરકાયેદસર ભારતીય વિસ્તારનો કબ્જો તેમજ આતંકવાદમાં તેની સંડોવણીને બંધ કરવા જેવા મુદ્દાઓ સામેલ છે.

વિદેશમંત્રીએ પાડોશી દેશની ટીકા કરતા કહ્યું કે પાકિસ્તાનના દુષ્કૃત્યોથી અન્ય પાડોશી દેશોને પણ અસર થઈ છે. તેમણે ઉમેર્યું કે પાકિસ્તાનના આર્થિક વિકાસને કટ્ટરપંથીઓની દૃષ્ટિએ માપી શકાય છે, અને તેની નિકાસને આતંકવાદના રૂપમાં માપી શકાય છે.
વિદેશ મંત્રીએ કહ્યું કે વિશ્વમાં મોટા પાયે હિંસા અને યુદ્ધ જીવલેણ બની શકે છે. તેમણે યુક્રેન, ગાઝા સંઘર્ષ વિશે વાત કરતા જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય સમુદાય આ વિવાદનો તાત્કાલિક ઉકેલ ઇચ્છે છે.

ડૉ. જયશંકરે ભારપૂર્વક ઉમેર્યું કે આતંકવાદએ દરેક બાબતનો વિરોધી છે, જે માટે વિશ્વના દેશોએ એક જૂથ થઈને તેને નાબૂદ કરવો રહ્યો. ડૉ. જયશંકરે બહુપક્ષીય સુધારા માટે હાંકલ કરતા કહ્યું કે સંયુક્ત રાષ્ટ્રની મહાસભામાં કોઈ પાછળ ન રહે – એ અપીલ સત્રની થીમ તરીકે પ્રકાશિત થવી જોઈએ. તેમણે ઉમેર્યું કે અસરકારક કાર્યક્ષમ અને સર્વ પ્રતિનિધિત્વ ધરાવતું સંયુક્ત રાષ્ટ્ર અનિવાર્ય છે.