પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા બે દિવસથી આકાશમાં ઘટાટોપ વાદળો ગોરંભાયા છે. વાતાવરણમાં બફોરો પણ અનુભવાય રહ્યો છે. છતાંયે મેઘરાજા મન મુકીને વરસતા નથી.જોકે આજે દિવસ દરમિયાન પાલનપુરમાં વરસાદના ઝાપટાં પડ્યા હતા. ખેડુતો સારા વરસાદની ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે.
બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર, અમીરગઢ પંથકમાં આજે સોમવારે વરસાદી ઝાપટાં પડ્યા હતા. ભારે ઉકળાટ બાદ ઝરમર વરસાદ પડતા ગરમીથી લોકોએ આંશિક રાહત અનુભવી હતી. જિલ્લામાં છેલ્લા બે દિવસથી અવકાશમાં ચોતરફ વાદળો ગોરંભાયા છે. બે દિવસ પહેલા કેટલાક તાલુકામાં ઝરમર વરસાદી ઝાપટાં પડતા ગરમીથી લોકોને આંશિક રાહત મળી હતી. જિલ્લાના કેટલાક તાલુકાઓમાં અગાઉ પડેલા સારા વરસાદને લીધે મોટા ભાગના ખેડૂતોએ વાવણી શરૂ કરી દીધી છે. પરંતુ હજુ કેટલાક તાલુકામાં વાવણી લાયક વરસાદ ન પડતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. જિલ્લામાં બે દિવસથી વાદળછાયુ વાતાવરણ વચ્ચે પાલનપુર તથા અમીરગઢના ઈકબાલગઢ ઝાંઝરવા ગોળીયા આંબા પાણી સહિતના વિસ્તારમાં વરસાદી ઝાપટાં પડ્યા હતા.
બનાસકાંઠા જિલ્લામાં આજે સોમવારે વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે પાલનપુર અને અમીરગઢ તાલુકામાં ઝરમર વરસાદી ઝાપટા પડી રહ્યા છે. ભારે ઉકળાટ બાદ ઝરમર વરસાદ પડતા ગરમીથી લોકોએ આંશિક રાહત અનુભવી હતી. કેટલાક તાલુકાઓમાં અગાઉ પડેલા સારા વરસાદને લઇ મોટાભાગના ખેડૂતોએ વાવણી કરી હતી. પરંતુ મોટાભાગના જિલ્લામાં વાવણી લાયક વરસાદ ન પડતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. જિલ્લામાં બે દિવસથી વાદળછાયા વાતાવરણ વચ્ચે અમીરગઢ પંથકમાં ઈકબાલગઢ ઝાંઝરવા, આંબા પાણી સહિતના વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા હતા.