Site icon Revoi.in

ઈઝરાઈલ ઉપર પેલેસ્ટિનિયન આતંકવાદીઓએ રોકેટથી કર્યો હુમલો, અનેક ત્રાસવાદીઓએ કરી ઘુસણખોરી

Social Share

જેરૂસલેમ: ગાઝા પટ્ટીમાં સક્રીય હમાસના ઉગ્રવાસીઓએ ઇઝરાઈલ ઉપર રોકેટથી હુમલો કર્યો હતો અનેક રેકેટ ઉઝરાઈલ ઉપર છોડવામાં આવ્યા હતા. ઈસ્લામિસ્ટ મૂવમેન્ટ હમાસનો ઈઝરાઈલ ઉપર  આ સૌથી મોટો હુમલો છે. આ ઉપરાંત આતંકવાદીઓ હથિયારો સાથે ઈઝરાયલમાં પ્રવેશ્યાનું જાણવા મળે છે. ઈઝરાયલના જણાવ્યા અનુસાર હમાસને આ ગુસ્તાખીની ભારે કિંમત ચુકવવી પડશે.

સુત્રોના જણાવ્યા અનુસાર ગાઝા પટ્ટીમાં એક્ટિવ પેલેસ્ટિનિયન આતંકવાદીઓએ શનિવારની ઇઝરાયેલ તરફ ડઝનેક રોકેટ છોડ્યા હતા, જેનાથી દેશભરમાં એરસ્ટ્રાઇક એલર્ટ સાયરન્સ વાગ્યા હતા.

આતંકવાદીઓ દ્વારા છોડવામાં આવેલા રોકેટ બાદ યુદ્ધની શક્યતાઓ બનતી જોવા મળી રહી છે. ઈઝરાયલ તરફ છોડવામાં આવતા રોકેટના અવાજો ગાઝા પટ્ટીના આકાશમાં ગુંજતા હતા, જ્યારે ઈઝરાયેલને હવાઈ હુમલા સામે ચેતવણી આપતા સાયરનનો અવાજ પણ ઉત્તરમાં લગભગ 70 કિલોમીટર દૂર દેશની આર્થિક અને સાંસ્કૃતિક રાજધાની તેલ અવીવમાં સંભળાયો હતો.

ઇઝરાયેલની મેગેન ડેવિડ એડોમ રેસ્ક્યુ એજન્સીએ જણાવ્યું હતું કે, દક્ષિણ ઇઝરાયેલમાં એક ઇમારત પર રોકેટ અથડાતાં 70 વર્ષની એક મહિલા ગંભીર રીતે ઘાયલ થઇ હતી.

એજન્સીના જણાવ્યા અનુસાર આ સિવાય 20 વર્ષીય યુવકને સામાન્ય ઈજાઓ થઈ હતી. ઈઝરાયેલ તરફથી તાત્કાલિક કોઈ પ્રતિક્રિયા આવી નથી. જો કે, ઇઝરાયેલની સેના સામાન્ય રીતે રોકેટ ફાયરના જવાબમાં હવાઈ હુમલો કરે છે, જેના કારણે યુદ્ધનો ખતરો દેખાઈ રહ્યો છે.

હજુ સુધી કોઈએ રોકેટ ફાયરિંગની જવાબદારી સ્વીકારી નથી, પરંતુ ઈઝરાયેલ આવા હુમલાઓ માટે હમાસ આતંકવાદી જૂથને જવાબદાર માને છે. બીજી તરફ ઈઝરાઈલે પણ આતંકવાદીઓને તેમની ભાષામાં જ જવાબ આપવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે.