Site icon Revoi.in

ચહેરાની ચમક માટે ખજૂરનો પણ ઉપયોગ કરી શકાય છે,જાણો તેના વિશે

Social Share

ચહેરા પર ચમક લાવવા માટે અનેક લોકો દ્વારા અનેક પ્રકારના પ્રયાસ કરવામાં આવે છે.કેટલાક લોકોને આ પ્રકારના ઉપાયો કર્યા પછી ફરક જોવા મળતો હોય છે તો કેટલાક લોકોને કોઈ ફરક જોવા મળતો નથી. આવામાં લોકોએ તે પણ જાણવા જેવું છે કે,ખજૂર ખાવાથી અને તેનું ફેસપેક બનાવીને ઉપયોગ કરવાથી પણ ચહેરા પર ચમક આવી શકે છે.

જાણકારોના અભિપ્રાય અનુસાર શરીરને સ્વસ્થ રાખવામાં મદદરૂપ,ખજૂર ત્વચાના રંગને સુધારવામાં પણ અસરકારક માનવામાં આવે છે. પણ જો વાત કરવામાં આવે તેના ફેસપેક વિશેની તો ખજૂરની સાથે કેટલીક વસ્તુઓને એડ કરીને ફેસપેક બનાવી શકાય છે.

સૌથી પહેલા છે ખજૂર અને એલોવેરા – આ કોમ્બિનેશન તમને અજીબ લાગશે, પરંતુ જો આ બંને ઘટકોના ગુણધર્મોને જોડવામાં આવે તો બેવડો ફાયદો મળી શકે છે. એલોવેરા ઔષધીય ગુણોથી ભરપૂર છે અને તે ત્વચાને હાઇડ્રેટ રાખવામાં પણ અસરકારક છે.આ રેસીપી અપનાવવા માટે તમારે બીજમાંથી કાઢેલી ત્રણ ખજૂર, અડધો કપ દૂધ અને બે ચમચી એલોવેરા જેલની જરૂર પડશે. આ ત્રણ વસ્તુઓને બ્લેન્ડ કર્યા બાદ તેને ચહેરા પર લગાવો અને હળવા હાથે મસાજ કરો. આવું અઠવાડિયામાં બે વાર કરો.

આ ઉપરાંત જ્યારે ખજૂર અને હળદરનો પણ ઉપયોગ કરી શકાય છે. ખજુર અને હળદરના ફેસપેકમાં ખજૂર ત્વચાના રંગને સુધારવા માટે કામ કરશે, તો હળદર પિમ્પલ્સ અને અન્ય સમસ્યાઓ દૂર કરશે. બે દાણામાંથી કાઢેલી બે ખજૂર લો અને તેમાં એક ચપટી હળદર અને બે ચમચી કાચું દૂધ નાખો. હવે તેને મિક્સરમાં બ્લેન્ડ કરો અને પછી હળવા હાથે ત્વચા પર લગાવો. થોડીવાર આ રીતે રાખ્યા બાદ આ માસ્કને મસાજ કરો અને ઠંડા પાણીથી કાઢી લો.

ઉલ્લેખનીય છે કે આ બાબતે કોઈ પુષ્ટિ કરવામાં આવતી નથી, આ માહિતી માત્ર જાણકારી માટે માન્યતાઓને આધારે તૈયાર કરવામાં આવી છે.