- આજલાક પેમ્પલમ ટોપનો ટ્રેન્ડ
- આપશે શાનગદાર લૂક
- સ્ટાઈલીશ ગેખાવો માટે બેસ્ટ છે આ ટોપ
પેમ્પલમ ટોપ નામ કદાચ ઓછા લોકોએ સાંભળ્યું હશે ,પરંતુ તેને જોતા ખ્યાલ આવી જાય કે ઓહ આ ટોપ તો ઘણી જગ્યાએ જોવા મળે છે અને પહેર્યું પણ હશે, આમ તો ફેશન એ સમય સાથે પુનરાવર્તન પામે છે, જૂની દાયકાઓની ફેશન આજના દાયકામાં નવી ફેશન કરીકે ઊભરી આવે છે.આજ રીતે પેમ્પલમ ટોપ કે જે 1940ના દાયકાની ફેશન છે,જે આજે ખુબ જ પ્રચલીત બની છે.
આ ટોપની ખાસિયત એ છે કે તે કમરના નીચેના ભાગથી થોડો ઘેર ધરાવે છે જ્યારે કમર પાસેથી તે અબ્રેલા સ્ટાઈલમાં હોય છે, આમ તે કમર પાસેથી શેપ આપે છે અને હિપ્સ પાસેથી થોડો ઘેર આપે છે, પાતળા લોકો પર કે બોડી ઘરાવલા લોકો પર આ ટોપ ખૂબ શોભે છે.સાદી ભાષામાં કહીએ તો તે ઉપરથી ટાઈટ અને નીચેથી લૂઝ હોય છે.
આ ટોપ તમે જીન્સ સાથેકેરી કરી શકો છે,જેમાં ખાસકરીને યલ્લો રંગ, વ્હાઈટ રંગ સાથે બ્લૂ જીન્સ તમને શાનદાર લૂક પ્રદાન કરે છે.આ ટોપમાં ફૂલ સ્લિવ ,હાફ સ્લિવ , ઓફ સોલ્ટર, વન સાઈડ સોલ્ડર જેવી પેટર્ન હોય છે,આ દરેક પેટર્નની પોતાની દરેક એક ખાસિયત હોય છે.
પેમ્પલ ટોપની જો ખાસિયતની વાત કરવામાં આવે તો આ ટોપ તમે ખાસ કરીને શઓર્ટ સ્કટ સાથે પમ કેરી કરી શકો છો આ સાથે જ તેના પર તમે લોંગ જીન્સનો સ્કર્ટ કે કોટન સ્કર્ટ પણ કેરી કરીને સ્ટાઈલીશ લૂક પ્રદાન કરી શકો છો, બોટમ વેરમાં અવનવી ડિઝાઈનની જીન્સ, લેગિંઝ કે સ્કટ દરેક વસ્તુ પર આ ટોપ આકર્ષક લાગે છે.