10 મિનિટમાં બની જશે પાન કાર્ડ, ઘર બેઠા બેઠા અપ્લાય કરો
જો તમારી પાસે આધાર કાર્ડ છે અને પાન કાર્ડ નથી અને તમે પાન કાર્ડ કઢાવા માગો છો તો આ ખબર તમારા માટે કામની છે. આ રિપોર્ટમાં અમે તમને જણાવશું કે માત્ર 10 મિનિટમાં આધાર કાર્ડ કેવી રીતે બનાવી શકાય. ઓનલાઈન ઈ-પાન બનાવવાની પ્રક્રિયા ખૂબ જ આસાન છે અને તમે ઘર બેઠા ફોન માંથી બનાવી શકો છો.
સૌથી પહેલા જણાવી દઈએ કે જો તમારે ઈ-પાન બનાવવું છે તો તમારી પાસે આધાર કાર્ડ હોવું જરૂરી છે. ઈ-પાન રેગ્યુલર પાન કાર્ડની જેમ માન્ય છે. આધાર કાર્ડ દ્વારા જ ઈ-પાન કાર્ડ બનશે. તમારા ફોન અથવા લેપટોપથી https://www.incometax.gov.in/iec/fopotal/ પર વિઝિટ કરો.
હવે નીચે તરફ દેખઆઈ રહેલ instant E-PAN ઓપ્શન પર ક્લિક કરો. હવે નવું પેજ ખુલશે, જેમા રાઈટ સાઈડમાં get New e-Pan ઓપ્શન હશે. તેના પર ક્લિક કરો. તેના પછી 12 આંકડાનો આધાર નંબર નાખો.
તેના પછી નીચે આપેલ confirm that ઓપ્શન પર ટીક કરો. હવે આધારથી લિંક મોબાઈલ નંબર પર ઓટીપી નંબર આવશે. ઓટીપી નાખે. ઓટીપી નાખ્યા પછી ઈ-મેલ આઈડી નાખો અને પાન કાર્ડ માટે જરૂરી વિગતો ભરો.
આ ફોર્મ ભર્યા પછી થોડીક વાર પછી તમને પાન નંબર મળી જશે. આ પાન નંબરનો ઉપયોગ તમે એ રીતે કરી શકશો જે રીતે તમે રેગ્યુલર પાન કાર્ડનો વાપરતા હતા. અપ્લાય કર્યા પછી આજ વેબસાઈટથી તમે પાન કાર્ડ પીટીએફમાં ડાઉનલોડ કરી શકો છો.