કબજીયાતની સમસ્યાને દૂર કરશે પાનના પત્તા, ખાતાજ પેટની સમસ્યા દૂર થશે
મોટા ભાગના લોકોને પાન ખાવાનું વધારે પસંદ હોય છે. ભારતીય સંસ્કૃતિમાં તેનું ખુબ મહત્વ છે. આ પત્તા એન્ટી- ડાયાબિટિક, કાર્ડિયોવસ્કુલર, એન્ટી-ઈમ્ફેમેટરી, એન્ટી-અલ્સર અને એન્ટી-ઈન્ફેક્ટિવ ગુણોથી ભરપુર પાનના પત્તા ખાવાથી સ્વાસ્થ્યને ઘણા પ્રકારના ફાયદા મળી શકે છે. જો કોઈ વ્યક્તિ કબજીયાતની સમસ્યાથી પરેશાન છે તો તે આ પાનના પત્તાને વાપરી શકે છે.
• જૂની કબજીયાતથી મળશે છૂટકારો
પાનના પત્તા એન્ટીઓક્સીડેંન્ટથી ભરપૂર હોય છે. આ શરીરમાં પીએચ લેવલને મેન્ટેન રાખવામાં મદદ કરી શકે છે. એવામાં આને ખાઈને પેટ સંબંધિતસમસ્યાઓથી રાહત મળી શકે છે.
• સવારે આ રીતે પાનના પત્તા લો
કબજીયાતને દૂર કરી પેટની ગંદગી બહાર નિકાળવા માટે પાનના પત્તાને પીસીને આખી રાત પાણીમાં પલાળી રાખો. સવારે ઉઠ્યા પછી પાણીને ગાળીને ખાલી પેટે પીવો. એક ગ્લાસ પાણી ગરમ કરો અને તેમાં પાનના પત્તા નાખીને ઉકાળો. પાણી અડધુ થઈ જાય ત્યારે તેને ગ્લાસમાં કાઢી લો. હવે આ પાણીને ઘૂંટ-ઘૂંટ કરીને પીવો.
• આ રીતે એસિડિટીથી છુટકારો મેળવો:
ઘણી વાર ખોરાક ખાધા પછી હાર્ટબર્ન, ખાટા ઓડકાર જેવી સમસ્યાઓ થાય છે. આનો સામનો કરવા માટે પાનના પત્તા ફાયદાકારક છે. આ સમસ્યાનો સામનો કરવા માટે પાનના પાત્તાને ચાવીને ખાઓ. પાનના પાત્તાને નિયમિત ચાવવાથી પેટ સંબંધિત સમસ્યાઓથી બચી શકાય છે.