Site icon Revoi.in

ઝઘડિયાના પાણેથા ગામે દીપડાના બચ્ચાને પકડીને વેચવાનું કૌભાંડ પકડાયુઃ બે શખસોની ધરપકડ

Social Share

ભરૂચઃ  જિલ્લાના ઝગડિયાના પાણેથા ગામમાં વન વિભાગના અધિકારીઓ અને સ્ટાફે બાતમીને આધારે દરોડો પાડીને દીપડાના બચ્ચાને વેચવાનું કૌભાંડ પકડી પાડ્યું હતુ. પાણેથા ગામમાં એક મકાની ઓરડીમાં પૂરી રાખેલા દીપડાના બચ્ચાને વનવિભાગ રેસ્કયૂ કર્યું હતું. આ દીપડાના બચ્ચાને ગોંધી રાખનારા બે શખ્સને વનવિભાગે રંગે હાથ ઝડપી લીધા હતા. આ બંને વિદેશી પક્ષીઓ વેચવાની આડમાં અપરાધિક પ્રવૃત્તિઓ કરી રહ્યાં હોવાનું ખુલ્યું છે. જ્યારે આ સમગ્ર ગુનાના માસ્ટરમાઇન્ડ ગણાતા ઇરફાન નામના શખસને ફરાર જાહેર કરવામાં આવ્યો છે.

વન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ ભરૂચ જિલ્લાના ઝગડિયાના પાણેથા ગામમાંથી એક મકાનની ઓરડીમાં પૂરી રાખેલા દીપડાના બચ્ચાને વનવિભાગ અને બે સંસ્થાઓએ રેસ્કયૂ કર્યું હતું. આ દીપડાના બચ્ચાને ઓરડીમાં પૂરી રાખનારા રાખનારા પાણેથાના બે શખ્સને વનવિભાગે રંગે હાથ ઝડપી લીધા હતા. આ બંને વિદેશી પક્ષીઓ વેચવાની આડમાં અપરાધિક પ્રવૃત્તિઓ કરી રહ્યાં હતા.દીપડાના બચ્ચાને પકડીને તેનો વેપાર કરતા હતા. બચ્ચા કોને વેચવાના હતા. તેની તપાસ કરવામાં આવી રહી છે.

એનજીઓ સંસ્થાના કાર્યકર્તાઓને  ઝગડિયાના પાણેથામાં શખ્સોએ પોતાના ઘરની ઓરડીમાં દીપડા સહિતના પ્રાણીઓ પૂરી રાખ્યાં છે અને તેને વેચવાનો ઇરાદો ધરાવે છે. જોકે તેના આધારે બંને એનજીઓએ રેકી કરી હતી અને ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા આ શખસોના મોબાઇલ ફોન પર પણ ચાંપતી નજર રાખવામાં આવી રહી હતી. દરમિયાન સંસ્થાઓએ સ્થાનિક ભરૂચના વનવિભાગનો સંપર્ક કર્યો હતો અને વનવિભાગના ઉચ્ચ અધિકારીઓ અને ટીમ તથા બંને સંસ્થાઓના કાર્યકરો એ રેડ પાડીને પાણેથાના ગૌતમ સૂર્યકાંત પાદરિયા ( ઉ,વ.40)ના નિવાસસ્થાને તપાસ કરી તો એક ઓરડીમાંથી દીપડાનું બચ્ચુ નીકળ્યું હતું. આરોપી ગૌતમના સાગરિત હરેશ અરવિંદ પાટણવાડિયા ( ઉ.વ.38)ને પણ ત્યાંથી જ ઝડપી પાડવામાં આવ્યો હતો. બન્ને આરોપીની વનવિભાગે સઘન પૂછપરછ કરતા તેમણે જણાવ્યું હતું દીપજાનું બચ્ચુ એક મહિનાનું હતું ત્યારે પકડવામાં આવ્યુ હતુ. અને બિલાડીની જેમ તેને પાળ્યું હતું. તેથી રૂમમાં છૂટું જ મૂક્યું હતું. દરોડા વખતે પણ તે છૂટું જ મળી આવ્યું હતું.

ઝગડિયાના આરએફઓ મારુતિબેન પરમારે જણાવ્યું કે, આરોપીના મોબાઈલ ફોનમાંથી એક રીંછને પકડીને તેનો વિડિયો મળી આવ્યો હતો. રિંછ ક્યાં છે. તેની અને ફરાર થયેલા આરોપી ઇરફાનની શોધ કરવામાં આવી છે. આ ગુનામાં ફરાર 46 વર્ષનો ઇરફાન કાટવાલા તાઇવાડામાં બકરા વેચવાનો ધંધો કરે છે. તેનું નામ ખુલતા તે ફરાર થઇ ગયો હતો. વનવિભાગની ટીમે તાઇવાડામાં આવેલા વિમાના દવાખાનાની પાસેના તેના નિવાસસ્થાને પણ પૂછપરછ કરી હતી પણ તે ત્યાં મળી આવ્યો ન હતો. ઇરફાન હા પાડશે તો જ ડિલિવરી મળશે તેવું વાઇલ્ડલાઇફ બ્યુરોને જણાવતાં તેની સંડોવણી હોવાનું પણ પૂરવાર થયું હતું. બંને આરોપીઓ દીપડાનું એક મહિનાનું બચ્ચું લઇ આવ્યાં હતા અને પછી દર મહિને અપડેટેડ વીડિયો અપલોડ કરતા હતા તેવી બાતમી હતી. છટકું ગોઠવતા આરોપીએ કોલકાતા ડિલિવરી માટે બોલાવ્યાં પછી અજમેર અને છેવટે કરજણમાં ફાઇનલ થતાં દરોડો પાડવાનો નિર્ણય લેવાયો હતો. આ ઉપરાંત એક રીંછનો વીડિયો પણ વાઇરલ થયો છે જેની તપાસ શરૂ કરાઇ છે.