અમૌસી એરપોર્ટ પર રેડિયોએક્ટિવ એલિમેન્ટ લીક થવાથી ગભરાટ
- કેન્સરની દવાના કન્ટેનર લીક થતા નાસભાગ
- ત્રણેક કર્મચારીઓને આઈસોલેટ કરાયાં
લખનૌઃ શનિવારે અમૌસી એરપોર્ટ પર રેડિયો એક્ટિવ એલિમેન્ટ લીક થયાનું ચર્ચાય રહ્યું છે. જેના પરિણામે નાસભાગ મચી ગઈ હતી. આ તત્વ કેન્સર વિરોધી દવાઓમાં હતું, જેનું કન્ટેનર લીક થઈ રહ્યું હતું. તપાસમાં સામેલ ત્રણ કર્મચારીઓને આઈસોલેટ કરવામાં આવ્યા હોવાનું ચર્ચાય રહ્યું છે.
કેન્સર વિરોધી દવાઓનું કન્ટેનર અમૌસી એરપોર્ટથી ગુવાહાટીની ફ્લાઈટ દ્વારા મોકલવાનું હતું. એરપોર્ટની ડોમેસ્ટિક કાર્ગો ટર્મિનલ બાજુમાં કન્ટેનરનું સ્કેનિંગ થઈ રહ્યું હતું. એટલામાં મશીનની બીપ વાગી હતી. જેના કારણે કોઈ ગરબડ થવાની આશંકા ઉભી થઈ હતી. સ્થળ પર હાજર સ્ટાફે કન્ટેનર ખોલ્યું ત્યારે તેમાં કેન્સર વિરોધી દવાઓ હતી. આ દવાઓમાં કિરણોત્સર્ગી તત્વોનો ઉપયોગ થાય છે. કન્ટેનર લીક થઈ રહ્યું હતું. જેના પગલે નાસભાગ મચી ગઈ હતી. લીક થતા કન્ટેનરને સુરક્ષિત રીતે એક બાજુએ રાખવામાં આવ્યા છે. તેમજ સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમે ઘટનાસ્થળે પહોંચીને તપાસ કરી હતી.
#AmausiAirport, #RadioactiveLeakage, #PanicAtTheAirport, #AirportSafety, #RadioactiveSubstance, #LucknowAirport, #ChaudharyCharanSinghInternationalAirport, #AirportEmergency, #RadioactiveElement, #LeakageAtTheAirport, #SafetyFirst, #EmergencyResponse, #AirportNews, #AviationSafety, #RadioactiveMaterials, #HazardousSubstances, #AirportSecurity, #PublicSafety