Site icon Revoi.in

ભારતના આ પડોશી દેશમાં પાણીપુરી ઉપર મુકાયો પ્રતિબંધ

Social Share

નવી દિલ્હીઃ ઉત્તર ભારતમાં યુવતી-મહિલાઓમાં પાણીપુરીનો વધારે ક્રેઝ જોવા મળે છે. પરંતુ ભારતના પડોશી દેશ નેપાળમાં પાણીપુરી ઉપર પ્રતિબંધ ફરમાવ્યો હોવાનું જાણવા મળે છે.

સુત્રોના જણાવ્યા અનુસાર નેપાળની રાજધાની કાઠમંડુના લલિતપુર મેટ્રોપોલિટન સિટીમાં ‘પાણીપુરી’ના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. હકીકતમાં આ વિસ્તારના 12 લોકોને કોલેરાની બિમારી થઇ છે, ત્યારબાદ અહીં ‘પાણીપુરી’ના વેચાણ પર સ્થાનિક વહીવટી અધિકારીએ કડક પ્રતિબંધ મૂક્યો છે.

દાવો કરવામાં આવી રહ્યો છે કે, ‘પાણીપુરી’ના પાણીમાં બેક્ટેરિયા મળી આવ્યા હતા. આ કારણે લલિતપુર મેટ્રોપોલિટન સિટીએ શહેરમાં ‘પાણીપુરી’ના વેચાણ અને વિતરણ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે.

નેપાળના આરોગ્ય મંત્રાલયે તમામ લોકોને સ્વાસ્થ્ય અંગે સાવધાની રાખવા વિનંતી કરી છે, કારણે કે વધારે પડતા ઝાડા-ઉલટી, કોલેરા અને પાણીજન્ય રોગો થવાનું જોખમ સામાન્ય રીતે વરસાદની સિઝનમાં વધી જાય છે.

(Photo-File)