- દોઢ વર્ષ બાદ ટ્રેનમાં શરુ થવા જઈ રહી છે પેંટ્રી સર્વિસ
- યાત્રીઓ ભોજનો સ્વાદ માણી શકેશે
- કોરોનાને લઈને આ સેવાઓ બંધ કરાઈ હતી
દિલ્હીઃ- સમગ્ર દેશભરમાં વિતેલા વર્ષથી જ કોરોના મહામારીની શરુઆત થઈ ચૂકી હતી,જેમાં રેલ્વે મુસાફરીમાં પણ ઘણી સેવાઓ અવરોધિત બની હતી ત્યારે હવે લાંબા સમયગાળા બાદ રેલ્વે બોર્ડના નિર્દેશો પર, IRCTC ફરી એકવાર ટ્રેનોમાં અન્ય સુવિધાઓ સાથે ઓન-બોર્ડ કેટરિંગ સેવા શરૂ કરવાનો નિર્ણય લીધો છે. વર્ષ 2020માં ટ્રેનોમાં કોરોનાની પ્રથમ લહેરથી પેન્ટ્રી કેટરિંગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. હવે 18 મહિના પછી તેને ફરી શરૂ કરી શકાય છે.
ટ્રેનમાં મુસાફરી કરતા લોકો ખોરાક ખાવા માટે અલગથી બુકિંગ કરાવવું પડશે નહીં. રેલવેની પ્રીમિયમ ટ્રેનોમાં, ટિકિટ સાથે ખાવા -પીવાનું ઉપલબ્ધ કરાવવામાં આવશે જ્યારે અન્ય ટ્રેનોમાં મુસાફરો પહેલાની જેમ ચૂકવણી કરીને પેન્ટ્રીમાંથી પોતાનું ભોજન મંગાવી શકશે.
કોરોના મહામારી દરમિયાન ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને, આઈઆરસીટીસી એ રેલવે બોર્ડની સૂચના પર ટ્રેનોમાં ખાવા માટે તૈયાર ખોરાક આપવાનું શરૂ કર્યું હતું, પરંતુ મોટાભાગના મુસાફરો રેડી-ટુ-ઈટ-ફૂડ પસંદ નથી આવી રહ્યું,જેની ફરિયાદો પણ આઈઆરસીટીસી ને ઘણી વખત મળતી હોય છે.
આ સમગ્ર બાબતને લઈને આઈઆરસીટીસી સાથે સંકળાયેલા સૂત્રો પાસેથી મળતી માહીતી પ્રમાણે 25 અથવા 26 ઓક્ટોબર સુધીમાં રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે પેસેન્જર સુવિધા સમિતિની બેઠક યોજાવાની છે. જેમાં ટ્રેનમાં ભોજનની વ્યવસ્થા સાથે બાકીની સેવાઓ ફરી શરૂ કરવા અંગે ચર્ચાઓ થશે. આ બેઠકમાં રેલવે બેઝ કિચન, ઓન બોર્ડ કેટરિંગ સેવા શરૂ કરવા અંગે નિર્ણય લઈ શકાય છે. આ અંગે વિભાગ અને મંત્રાલયને પ્રેઝન્ટેશન પણ આપવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે,આઈઆરસીટીસી , રેલવેની મુખ્ય શાખા, કેટરિંગ અને પર્યટનનો મુખ્ય વ્યવસાય ધરાવે છે. આ પહેલાની સરખામણીમાં, લોકો માત્ર 30 ટકા ટ્રેનોમાં ખોરાક ખરીદવાનું પસંદ કરી રહ્યા છે. ઉદાહરણ તરીકે, પહેલા ટ્રેનનું વેચાણ 5 લાખ સુધી હતું, હવે તે ઘટીને માત્ર 1.5 લાખ રૂપિયા થઈ ગયું છે.આઈઆરસીટીસી 19 રાજધાની, 2 તેજસ, 1 ગતિમાન, 1 વંદે ભારત, 22 શતાબ્દી, 19 દુરંતો અને 296 મેલ-એક્સપ્રેસ ટ્રેનોમાં કેટરિંગ સેવા પૂરી પાડે છે.