- પપૈયાના પાન ત્વચા માટે ગુણકારી
- ખીલ સહીતની સમસ્યામાંથી આપે છે છૂટકારો
ઉનાળાની ઋતુમાં આપણે સૌ કોઈ આપણી ત્વચાની ખૂબ જ કાળજી લેતા હોઈએ છીે ખાસ કરીને ત્વચાને ઠંડક પહોંચે તેવા ઉપાયો હાથ ધરતા હોઈએ છીએ જો કે સાથે જ ખીલ, બ્લેક સ્પોટ જેવી સમસ્યાનું પણ ધ્યાન રાખવાનું હોય થએ તો આજે ત્વચા માટે એક દેશી ઈલાજની વાત કરીશું જે મફ્તનો ઈલાધ છે અને ખૂબ જ ગુમકારી છે.
પપૈયાના ગુણો વિશે આપણે સાંભળ્યું છે પણ આજે તેના ઝાડના પાનના રસની વાત કરીશું જે ત્વચા પર લગાવવાથી અનેક સમસ્યા દૂર થશે સાથે જ ત્વચા પર ગ્લો આવશે. પપૈયાના પાન ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે. આ વિટામિન એ, વિટામિન સી, વિટામિન ઇ અને કેલ્શિયમ, સોડિયમ, મેગ્નેશિયમ વગેરે જેવા ખનિજોથી સમૃદ્ધ છે.
ચહેરા પર પપૈયાના પાનનો ઉપયોગ કેવી રીતે કરવો
રીત 1 – સૌથી પહેલા પપૈયાના 20 થી 30 પાન લો.આ પછી આ પાંદડાને સાફ કરીને ધોઈ લો.પછી તેમને બ્લેન્ડરમાં બ્લેન્ડ કરો. આ તૈયાર જ્યુસને તમે ગાળીને પી શકો છો.જે ત્વચા પર ગ્લો લાવવાનું કામ કરે છે
રીત 2 – સૌથી પહેલા પપૈયાના લગભગ 20 થી 25 પાન લો. તે બધાને સારી રીતે પીસીલો
સારી પેસ્ટ બની જાય પછી તેને ચહેરા પર લગાવો. આમ કરવાથી ડાઘ દૂર થાય છે અને ગ્લો આવે છે.
ત્વચા માટે પપૈયાના પાંદડાના ફાયદા
- પપૈયાના પાનમાં જોવા મળતા એન્ઝાઇમ ત્વચાને એક્સ્ફોલિયેટ કરે છે. આ મૃત કોષોને દૂર કરે છે, જે ત્વચાને સુધારે છે અને તેને નરમ બનાવે છે.
- પપૈયાના પાનનો રસ ત્વચાના બંધ છિદ્રોને ખોલી શકે છે. જેના કારણે ત્વચા પર આવતું વધારાનું તેલ ધીમે ધીમે ઓછું થવા લાગે છે.
- પપૈયાના પાંદડા ત્વચા પર ખીલ થવાની શક્યતાને ઘણી હદ સુધી ઘટાડે છે.
પપૈયાના પાનની પેસ્ટમાં જોવા મળતા વિટામિન્સ ત્વચાને ફ્રી રેડિકલથી થતા નુકસાનથી બચાવે છે. તેના ઉપયોગથી કરચલીઓ દૂર કરી શકાય છે. - પપૈયાના પાનનો રસ વિટામિન Aથી ભરપૂર હોય છે, જે ત્વચાના મૃત કોષોને દૂર કરે છે. તેનો ઉપયોગ ત્વચાના નવા કોષોના નિર્માણમાં મદદ કરે છે.