Site icon Revoi.in

પાકિસ્તાની વાયુસેનાના એફ-16 યુદ્ધવિમાનને તોડી પાડવામા આવ્યું, સીમા પર તણાવપૂર્ણ સ્થિતિ

Social Share

ભારતીય વાયુસીમામાં દાખલ થવાની કોશિશ કરી રહેલા પાકિસ્તાની યુદ્ધવિમાનને ભારતીય વાયુસેનાએ તોડી પાડયું છે. આ પાકિસ્તાની યુદ્ધવિમાન ભારતીય ક્ષેત્રમાં ત્રણ કિલોમીટર અંદર સુધી ઘૂસી આવ્યું હતું.

એએનઆઈના અહેવાલ મુજબ,  વાયુસેનાએ બુધવારે પોતાની વળતી કાર્યવાહીમાં નૌશેરા સેક્ટરની લામવેલીમાં પાકિસ્તાની યુદ્ધવિમાન એફ-16ને તોડી પાડ્યું છે.

પાકિસ્તાની યુદ્ધવિમાન એફ-16 દ્વારા ભારતીય વાયુસીમાનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. તેના પછી ભારતીય વાયુસેનાએ વળતા ફાયરમાં નૌશેરા સેક્ટરની લામવેલીમાં પાકિસ્તાની વાયુસેનાના એફ-16 યુદ્ધવિમાનને તોડી પાડયું હતું.

મીડિયા અહેવાલો મુજબ, પાકિસ્તાની યુદ્ધવિમાન એફ-16માંથી તેના પાયલટને પેરાશૂટ દ્વારા નીચે કૂદતો જોવામાં આવ્યો હોવાનો દાવો કરાયો છે. પરંતુ એએનઆઈના અહેવાલ મુજબ, એફ-16 યુદ્ધવિમાનના પાયલટની સ્થિતિ હજી સ્પષ્ટ થઈ નથી.