Site icon Revoi.in

Parenting Tips: સમય ન આપવાને કારણે તમારા બાળકો બની શકે છે Negative

Social Share

બાળકો સ્વભાવે ખૂબ જ ચંચળ હોય છે, તેઓ નાની ભૂલને કારણે પણ પોતાના માતા-પિતા પર ગુસ્સે થઈ શકે છે.ખાસ કરીને માતા-પિતાએ બાળકના ઉછેર દરમિયાન કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું પડે છે, કારણ કે માતા-પિતાની એક નાની ભૂલના કારણે બાળકો તેમનાથી દૂર જઈ શકે છે.ખાસ કરીને આજકાલ માતા-પિતા નોકરી કરતા હોય છે,જેના કારણે તેઓ બાળક સાથે વધુ સમય વિતાવી શકતા નથી.તેનાથી બાળક પર ખરાબ અસર પડે છે.માતાપિતાના શબ્દોથી બાળકો માનસિક અને શારીરિક રીતે પ્રભાવિત થાય છે.માતાપિતાના શબ્દો બાળકના સ્વાસ્થ્યને અસર કરી શકે છે.

બાળકો ડિપ્રેશનનો બની શકે છે શિકાર

બાળકને પૂરતો સમય ન આપી શકવાને કારણે તે ચિંતા, ડિપ્રેશન જેવી બીમારીઓનો શિકાર બને છે.નાની ઉંમરમાં ડિપ્રેશનને કારણે બાળકો પણ વાઈના હુમલાનો શિકાર બની શકે છે.આ સિવાય ઘણી વખત માતા-પિતા બાળકને કેરટેકર પાસે છોડી દે છે, કેરટેકર્સનું ખરાબ વર્તન પણ બાળકના મન પર અસર કરે છે,જેના કારણે તે ડિપ્રેશનનો શિકાર બની શકે છે.

સ્વભાવમાં પણ પરિવર્તન જોવા મળશે

જ્યારે બાળકો એકલા રહે છે ત્યારે તેમનો સ્વભાવ પણ બદલાવા લાગે છે.બાળકો ગુસ્સા વાળા સ્વભાવના બને છે.આ સિવાય એકલા રહેવાથી તેઓ ચિડાઈ જાય છે. બાળકો નાની નાની વાતો પર ગુસ્સે થવા લાગે છે. આવી સ્થિતિમાં, જો તમારું બાળક પણ આવા કેટલાક લક્ષણો દર્શાવે છે, તો તમારે તેમને સમય આપવો જોઈએ અને તેમની સમસ્યાઓને ધ્યાનથી સાંભળવી જોઈએ.

બાળકો શારીરિક રીતે પડી શકે છે નબળા

જો તમે બાળકને પૂરતો સમય ન આપી શકો તો બાળક શારીરિક રીતે નબળું પડી શકે છે. નબળા બાળકો બહુ જલ્દી રોગોનો શિકાર બની જાય છે.માતાપિતાથી દૂર રહેવાથી તેમના માનસિક સ્વાસ્થ્ય પર અસર થાય છે.ખરાબ માનસિક સ્વાસ્થ્યને કારણે બાળકની ઊંઘ પર પણ અસર થાય છે.જેના કારણે તેમની રોગપ્રતિકારક શક્તિ નબળી પડી શકે છે અને તેઓ રોગોનો શિકાર પણ બની શકે છે.એકલા રહેવાના કારણે બાળકો ઈટિંગ ડિસઓર્ડર અને મેદસ્વીતાનો શિકાર બની શકે છે.

બાળક સાથે આ રીતે કરો સમય પસાર