Site icon Revoi.in

ધોરણ 10 માં માસ પ્રમોશન આપવા મુદ્દે વાલી મંડળે હાઈકોર્ટમાં કરી રિટ

Social Share

અમદાવાદ : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા કોરોનાના વધતા જતા કેસને કારણે ધોરણ 10 અને 12ની પરીક્ષા મુલત્વી રાખવામાં આવી હતી હવે આ પરીક્ષા ક્યારે લેવી તે અગેનો નિર્ણય તા.15મીએ સ્થિતિની સમિક્ષા કર્યા બાદ લેવામાં આવશે. બીજીબાજુ વાલી મંડળ ધોરણ 10ની પરીક્ષા ન લઈને તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની માગણી કરવામાં આવી રહી છે. પણ સરકારનું વલણ ધો. 10ની પરીક્ષા લેવા માટે મક્કમ હોવાથી વાલી મંડળે ગુજરાત હાઈકોર્ટમાં રિટ કરી છે.  

રાજ્યના વિદ્યાર્થીઓના વિશાળ હિતમાં રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે ગુજરાતમાં ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ની બોર્ડની પરીક્ષાઓ જે આગામી ૧૦મી મેથી ૨૫મી મે સુધી યોજાવાની હતી તે કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને હાલ પૂરતી સ્થગિત રાખવા નિર્ણય કર્યો હતો.  રાજ્ય સરકારે આગામી તારીખ 15મી મેના રોજ કોરોના સંક્રમણ સ્થિતિની પુનઃસમીક્ષા કરીને આ પરીક્ષાની નવી તારીખો જાહેર કરવામાં આવશે તેમ જણાવ્યું છે. ત્યારે ધોરણ 10 માં માસ પ્રમોશન આપવામાં આવે તેવી વાલી મંડળ દ્વારા માંગણી કરવામાં આવી હતી.  ઓલ ગુજરાત વાલી મંડળ દ્વારા આજે ગુજરાત હાઇકોર્ટમાં PIL કરવામાં આવી છે. ધોરણ 10માં માસ પ્રામોશન આપવા બાબતે PIL કરાઈ છે. કોવિડની મહામારીમાં બીજા અનેક રાજ્યોમાં ધોરણ 10 બોર્ડની પરીક્ષા રદ કરી હોવાનો ઉલ્લેખ પીઆઈએલમાં કરાયો છે. ત્યારે ગુજરાત સરકાર તરફથી કોઈ નિર્યણ ન લેવાતા વાલી મંડળે કોર્ટના દરવાજા ખટખટાવ્યા છે. ઓલ ગુજરાત વાલી મંડળ દ્વારા ધોરણ 10 ને પણ માસ પ્રમોશનની માંગણી કરવામાં આવી છે.