Site icon Revoi.in

સંતાનોને તેમની પસંદના ક્ષેત્રમાં આગળ વધવા માતા-પિતાએ પ્રોત્સાહિત કરવા જોઈએઃ સ્મૃતિ ઈરાની

Social Share

અમદાવાદઃ શહેરમાં યંગ ઈન્ડિયા પાથ બ્રેકર્સ 2.0 સમિટમાં ઉપસ્થિત રહેલા કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ બાળકોના ભણતર અને ભવિષ્યને લઈને માતા-પિતાને સહયોગ આપવા માટે વિનંતી કરી હતી. આ ઉપરાંત તેમણે મહિલાઓને સમાન દરજ્જા અને હક્કની વાત કરી હતી.

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ પોતાના સંબોધનની શરુઆતમાં સભાખંડમાં હાજર લોકોનું ગુજરાતીમાં અભિવાદન કર્યું હતું, ત્યાર બાદ તેમણે સભાખંડમાં બેસેલા તમામ લોકોને કોઈ પણ પશ્ન પૂછવા જણાવ્યું હતું. સૌ પ્રથમ તેમણે મહિલા અને પુરુષની બરાબરીની વાત કરી હતી, સમાન દરજ્જા અને હક્ક વિશે વાત કરી હતી.

તેમણે વધુમાં કહ્યું હતું કે, દરેક બાળક કે જે મોબાઈલ કે ફોન યુઝ કરે છે, અથવા યુટ્યુબ ઉપયોગ કરે છે. બીજી તરફ મોટાભાગના માતાપિતાને મોબાઈલ ફોનથી બાળકને થતા નુક્સાન વિશે જાણ હોતી નથી, જેથી માતા પિતાને બાળકોને મોબાઈલ ફોનથી થતા નુકસાનની જાણ હોવી જોઈએ.

જ્યારે તેમને અમેઠીની જીત વિશે પુછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યુ કે જ્યારે હુ મુંબઈમાં હતી અને કામ કરતી હતી, મારી પ્રેગનન્સીનો નવમો મહિનો ચાલતો હતો, જ્યારે હુ આ સમયમાં કામ કરી શકતી હોવ તો અમેઠીમાં જીતવું તો અશક્ય જેવું ન હતુ. આ ઉપરાંત સ્મૃતિ ઈરાનીએ બાળકોની સેફ્ટી અને મહિલા સેફ્ટી લઈને પણ કેટલીક મહત્વની વાત કહી, આ બાબતે ભારતમાં પણ કેટલા પ્રકારના સુધારા થયા તેના વિશે જણાવ્યુ હતું.

બાળકોના ભવિષ્યને લઈને કહ્યું કે, એક માતા પિતા તરીકે સમજવુ જોઈએ કે જ્યારે બાળકને કોઈ પણ વિષય પર ભણવું હોય અથવા કઈ બનવું હોય તો તેમા તેને સપોર્ટ કરવો જોઈએ. અને બાળકને જ્યારે કઈ બનવું હોય જેમ કે એક્ટર કે ડોક્ટર તો તેના ગોલ પર ક્યારેય શંકા ન કરવી જોઈએ, અને જો તે પ્રકારનું વાતાવરણ જો માતા પિતા દ્વારા એક બાળકને આપવામાં આવે તે છે બાળકનું ભવિષ્ય ઉજવળ બનાવે છે. ટીવી મોબાઈલ કે સિરિયલની જવાબદારી નથી બાળકને મોટું કરવાની પણ બાળકનો ઉછેર અને તેનું પાલન કરવાની જવાબદારી પરિવારની અને માતા પિતાની છે.

વધુમાં તેમણે કહ્યું હતું કે “વિશ્વમાં 1.4 મિલિયન સૌથી મોટી મહિલા રાજકીય દળ હોવા છતાં, વિશ્વમાં 1.9 કરોડ સૌથી મોટી મહિલા વહીવટી દળ, વિશ્વમાં સૌથી વધુ મહિલા મતદારો, છે પરંતુ પંચાયત પ્રમુખ તરીકે મહિલાઓને હજુ પણ સન્માન નથી મળતું”