અમદાવાદમાં પરિમલ ગાર્ડનના રૂપરંગ બદલીને 250ની ક્ષમતાવાળું એમ્ફીથિયેટર બનાવાશે
અમદાવાદઃ શહેરના પરિમલ ગાર્ડનને પહેલીવાર ડિઝાઈન કર્યાના લગભગ 25 વર્ષ બાદ તેમાં એક મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. 10 એકરમાં બનેલા આ ગાર્ડનમાં 250ની ક્ષમતાવાળું એમ્ફીથિયેટર બનાવાશે. યુએન મહેતા ફાઉન્ડેશન દ્વારા પુનર્વિકાસ હાથ ધરવામાં આવ્યો છે.
પુનર્વિકાસ પ્રોજેક્ટના રિપોર્ટ પ્રમાણે નવું એમ્ફીથિયેટર 3 હજાર સ્ક્વેર ફીટમાં બનશે અને તેમાં બે માળનું જિમ્નેશિયમ પણ હશે. જિમ્નેશિયમ પહેલાથી જ ત્યાં હતું પરંતુ તેનો ઉપયોગ થતો નહોતો. નવી ડિઝાઈનમાં બે માળનું જિમ્નેશિયમ હશે જે 6 હજાર સ્ક્વેર ફીટને કવર કરશે.
સૂત્રોના જણાવ્યા મુજબ શહેરમાં પરિમલ ગાર્ડનની ડિઝાઈનમાં મોટા ફેરફાર કરવામાં આવશે. ગાર્ડન પાર્કમાં હેલ્થ કેફે પણ હશે. જેમાં સ્ત્રી અને પુરુષો માટે અલગ જગ્યા હશે. આ પ્રોજેક્ટને ડિઝાઈન કરી રહેલા શહેરના આયોજકોએ જણાવ્યું હતું કે, નવા ગાર્ડનમાં કાર પાર્કિંગની સાથે સર્વિસ રોડથી બીજો પ્રવેશદ્વાર પણ હશે. બગીચામાં યોગાસન માટે પણ નવી જગ્યા બનાવવામાં આવશે અને તે પણ 12 હજાર સ્ક્વેર ફીટથી વધારે હશે., વોક-વેને પણ 98 હજાર સ્ક્વેર ફીટ જેટલું વિસ્તૃત કરવામાં આવશે.
પુનર્વિકાસ પ્રોજેક્ટના રિપોર્ટ પ્રમાણે નવું એમ્ફીથિયેટર 3 હજાર સ્ક્વેર ફીટમાં બનશે અને તેમાં બે માળનું જિમ્નેશિયમ પણ હશે. અલગ-અલગ પ્રકારના છોડ પણ ઉગાડવામાં આવી રહ્યા છે. યુએન મહેતા શહેરના સાત પાર્કનો પુનર્વિકાસ કર્યો છે. પરિમલ ગાર્ડનની સાથે તેઓ ઐતિહાસિક વિક્ટોરિયા ગાર્ડનનો પણ વિકાસ કરી રહ્યા છે. જે ટૂંક સમયમાં ખુલશે.