પ્રકૃતિએ તમામ જીવોને વિવિધ અવયવો આપ્યા છે તેમાંનું એક અંગ એટલે પ્રજનન અંગ. જે નહિ માત્ર જન્મ માટે પરંતુ કામની ભૂખને તૃપ્ત કરવામાં પણ ભાગ ભજવે છે. યુવાનોમાં SEX ની ઈચ્છા થવી એ કુદરતી છે. તેવી જ રીતે ખેલાડીઓમાં પણ SEX ની ઈચ્છા થવી સ્વાભાવિક છે.
મિત્રો વર્ષ ૨૦૨૪ ઓલમ્પિક પેરિસ ખાતે યોજાઈ રહ્યો છે તેમાં ભાગ લેનાર ખેલાડીઓ પણ SEX કરતા જ હોય તે બાબત સ્વીકારવી રહી. વિશ્વમાં એવા અનેક ખેલાડીઓ છે જે તેમનાં SEX અફેઅર માટે પણ ચર્ચામાં રહેતા હોય છે.
આમ એક કરતા વધારે લોકો સાથે સેક્સ થકી જાતીય રોગો ના ફેલાય તે માટે આ વખતનાં પેરિસ ઓલિમ્પિક્સમાં એથ્લેટ્સને 3 લાખ કોન્ડોમ વહેચવામાં આવશે. રમતના દરેક દિવસ માટે વ્યક્તિદીઠ બે કોન્ડોમ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.
આપને એ પણ જણાવીએ કે હ્યુમન ઈમ્મુનો વાઇરસ એટલે કે એચ આઈ વી એઇડ્સ જયારે તેની પીક પર હતો ત્યારે એચઆઈવી માટે જાગૃતિ લાવવાની ઝુંબેશના ભાગરૂપે વિશ્વભરમાં પ્રયાસો હાથ ધરાયા હતા ત્યારે વર્ષ 1988માં સૌપ્રથમવાર સિઓલ ઓલિમ્પિક્સમાં રમતવીરોને કોન્ડોમનું વિતરણ કરવામાં આવ્યું હતું,
તે સમયે આશરે 8,500 કોન્ડોમ વિતરણ કરવામાં આવ્યા હતા. તો વર્ષ 2000માં સિડની ઓલિમ્પિક્સના આયોજકોએ 90,000 કોન્ડોમ વહેચ્યા હતા. 2016માં રિયો ઓલિમ્પિકમાં 450,000 ખેલાડીઓને કોન્ડોમ પૂરા પાડવામાં આવ્યા હતા.
ટોક્યો ઓલિમ્પિકના આયોજકોએ 150,000 કોન્ડોમ આપવાનું આયોજન કર્યું હતું, આમ ઓલિમ્પિક માં કોન્ડોમ વિતરણનો એક હેતુ સલામત સેક્સનો છે તો બીજો હેતુ STD એટલે કે સેક્સ દ્વારા થતા ચેપી રોગો અટકાવવાનો છે અને ત્રીજો હેતુ એચ આઈ વી એઇડ્સ અંગે જાગૃતિ લાવવાનો છે.
સંયુક્ત રાષ્ટ્રની એક માહિતી અનુસાર વિશ્વમાં રોજ ૫૦ લાખ કોન્ડોમનો ઉપયોગ થાય છે. વિશ્વમાં કોન્ડોમનું વાર્ષિક બજાર વર્ષ ૨૦૨૦ પ્રમાણે ૩૪.૫ બિલિયન નંગનું છે.
જાતીય રોગોનું સંક્રમણ અટકાવવા તથા ગર્ભ ના રાખવા કોન્ડોમનો ઉપયોગ થાય છે. જો કે ભારતમાં સામાજિક અને ધાર્મિક કારણોને લઇ કોન્ડોમનો પ્રમાણ પશ્ચિમ નાં દેશોની સરખામણી એ ઓછો છે તે વાત પણ માનવી રહી.
એચ આઈ વી ની નિયમિત સારવારથી અનેક લોકો મોતના મુખમાં જતા અટક્યા છે. તેમાં કોન્ડોમ નાં ઉપયોગનો પણ મોટો ફાળો છે. જો કે એક તારણ એવું પણ આવ્યું છે કે ભારતમાં અને વિશ્વના અનેક દેશોમાં કોન્ડોમ કઈ રીતે પહેરવો તેની યોગ્ય જાણકારી નહિ હોવાથી કોન્ડોમનો ઉપયોગ કર્યો હોવા છતાં STD થાય છે અને ફેલાય છે.
જો કે ભારત સરકારે લીધેલા સરાહનીય પગલાને કારણે ભારતમાં નવા એચ આ વી કેસમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. વર્ષ ૨૦૨૨ પ્રમાણે ભારતમાં હાલ ૨૫ લાખ લોકો એચ આઈ વી પોઝીટીવ છે .
ત્યારે ઓલિમ્પિક માં કોન્ડોમ વિતરણ નું આયોજન સરાહનીય ચોક્ક્સ કહી શકાય