Site icon Revoi.in

પેરિસ ઓલિમ્પિકઃ લોકસભાએ ભારતીય હોકી ટીમ અને નીરજ ચોપરાને અભિનંદન પાઠવ્યા

Social Share

નવી દિલ્હીઃ લોકસભાએ શુક્રવારે પેરિસ ઓલિમ્પિકમાં ભાલા ફેંક સ્પર્ધામાં સિલ્વર મેડલ જીતનાર નીરજ ચોપરા અને બ્રોન્ઝ મેડલ જીતનારી ભારતીય હોકી ટીમને અભિનંદન પાઠવ્યા હતા. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ શુક્રવારે ગૃહમાં પ્રશ્નકાળની શરૂઆત પહેલા પેરિસ ઓલિમ્પિકમાં ભારતે જીતેલા આ બે મેડલનો ઉલ્લેખ કર્યો હતો.

તેમણે કહ્યું હતું કે, “ભારતીય પુરુષ હોકી ટીમે 8 ઓગસ્ટે પેરિસ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતીને એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. નીરજ ચોપરાએ ભાલા ફેંકમાં સિલ્વર મેડલ જીતીને ભારતીય રમત જગતમાં એક નવો ઈતિહાસ રચ્યો છે. આનાથી યુવાનોને પ્રેરણા મળશે.” બિરલાએ કહ્યું, “અમે ખેલાડીઓને તેમની ભવિષ્યની સફળતા માટે શુભેચ્છા પાઠવીએ છીએ.”

આ પછી સભ્યોએ ટેબલ થપથપાવીને ભારતીય ખેલાડીઓની પ્રશંસા કરી હતી. નીરજ ચોપરા પેરિસ ઓલિમ્પિકમાં ભાલા ફેંક સ્પર્ધામાં સિલ્વર મેડલ જીતીને સતત બે ઓલિમ્પિક મેડલ જીતનાર પ્રથમ ભારતીય ટ્રેક અને ફિલ્ડ એથ્લેટ બન્યા હતા. બીજી તરફ ભારતીય હોકી ટીમે સ્પેનને 2થી હરાવ્યું હતું. ટીમને 1થી હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.