Site icon Revoi.in

પેરિસમાં અકસ્માતના વધતા બનાવોને પગલે ઈ-સ્કૂટર ઉપર પ્રતિબંધ મુકવાની વિચારણા

Social Share

નવી દિલ્હીઃ દુનિયાના ઘણા દેશોમાં ઈલેક્ટ્રિક સ્કૂટરનો પ્રચાર થઈ રહ્યો છે ત્યારે હવે ફ્રાંસની રાજધાની પેરિસમાં ઈલેક્ટ્રિક સ્કૂટરને બંધ કરવાની તૈયારીઓ થઈ રહી છે. રિપોર્ટ્સ અનુસાર, પેરિસમાં આ સ્કૂટર્સ ટૂંક સમયમાં બંધ થઈ શકે છે.  પેરિસમાં ઈલેક્ટ્રિક સ્કૂટર્સ પર પ્રતિબંધ મૂકવા માટે મતદાન થયું હતું, જે બાદ માહિતી મળી રહી છે કે હવે પેરિસમાં આ સ્કૂટર્સનો ઉપયોગ બંધ થઈ શકે છે. ઈ-સ્કૂટરને કારણે અકસ્માતના બનાવો વધતા લોકોમાં નારાજગી ફેલાઈ હતી.

રિપોર્ટ્સ અનુસાર પેરિસમાં આ ઈલેક્ટ્રિક સ્કૂટરના કારણે અકસ્માતો સતત વધી રહ્યા છે. જે બાદ પેરિસમાં જનમત સંગ્રહ કરવામાં આવ્યો હતો અને મતદાન બાદ એવી માહિતી મળી રહી છે કે તે શહેરમાં ટૂંક સમયમાં બંધ થઈ શકે છે. વોટિંગમાં લગભગ 89 ટકા લોકોએ ઇલેક્ટ્રિક સ્કૂટરને બંધ કરવાના પક્ષમાં વોટ આપ્યો છે.

ઈલેક્ટ્રીક સ્કૂટર દુર્ઘટનાના પીડોતોનું પ્રતિનિધિ કરતી સંસ્થાના અરનૌદ કિલબાસાએ કહ્યું કે, અમે ખુશી છીએ, અમે ચાર વર્ષથી આ માટે સંઘર્ષ કરતા હતા. હવે પેરિસવાસીઓ કહી રહ્યાં છે કે, તેઓ ફુટપાથ ઉપર ગભરાયેલા છીએ. રસ્તો પાક કરતી વખતે ડર લાગે છે. રિપોર્ટ્સ અનુસાર, મતદાન બાદ ઈ-સ્કૂટર ઓપરેટર્સ નારાજ છે. તેઓ કહે છે કે અરાજક પ્રકૃતિના લોકો ઘણીવાર તેમને પેરિસની શેરીઓમાં બેજવાબદારીથી ચલાવે છે. પરંતુ આ નિર્ણયથી તેને ઘણી મુશ્કેલી થશે.

વર્ષ 2018માં સ્થાનિક પ્રશાસને ઈ-સ્કૂટરનું સ્વાગત કર્યું હતું. પરંતુ ધીમે ધીમે નિયમો કડક કરવામાં આવ્યા. આ નિયમોમાં પાર્કિંગ ઝોન બનાવવા, ટોપ સ્પીડ મર્યાદિત કરવા અને ઓપરેટર્સની સંખ્યા મર્યાદિત કરવાનો સમાવેશ થાય છે. પરંતુ આવા પગલાં રહેવાસીઓને સમજાવવામાં નિષ્ફળ ગયા. જીવલેણ અકસ્માતોના કેટલાક કિસ્સાઓએ વાહનોના જોખમો પણ પ્રકાશિત કર્યા છે જે હાલમાં 12 વર્ષથી ઓછી ઉંમરના બાળકો ભાડે ઈ-સ્કુટરનો ઉપયોગ કરે છે.