- ફ્રાંસ ભારતની પડખે દાયકાઓ સુધી ઊભુ રહેશે
- ફ્રાંસના વિદેશ મંત્રીએ ભારત સાથેના સંબંધ પર કહ્યું
દિલ્હીઃ- ભારત જી 20ની અધ્યક્ષતા કરી રહ્યું છે,વિદેશના મંત્રીઓ ભારતની મુલાકાતે આવ્યા છએ ત્યારે અનેક બેઠકો યોજાઈ રહી છે આ સંદર્ભમાં દરેક દેશના વિદેશમંત્રીઓ ભારત સાથેના મજબૂક સંબંધોને લઈને વાત કરી રહ્યા ચએ ત્યારે ફ્રાંસના વિદેશમંત્રી પણ ભારતકની સાથએ હંમેશા રહેવાનો વાયદો કર્યો છે. ઉલ્લેખનીય છે કે ફ્રાન્સના યુરોપ અને વિદેશી બાબતોના મંત્રી કોલોના 1 થી 3 માર્ચ દરમિયાન ભારતની મુલાકાતે છે.
જાણકારી પ્રમાણે ફ્રાન્સના વિદેશ મંત્રી કેથરિન કોલોનાએ શુક્રવારે કહ્યું કે ફ્રાન્સ અને ભારત તેમની વ્યૂહાત્મક ભાગીદારીની 25મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યા છે અને હવે “વધુ મોટી મહત્વાકાંક્ષા” બતાવવાનો સમય આવ્યો છે.આ સહીત તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે પેરિસ આવનારા દાયકાઓમાં ભારત સાથે “ખભેથી ખભે ખભો” ઊભો રહેશે.તેણીએ આજે સાંજે અહીં ભારતમાં ફ્રેન્ચ ઇન્સ્ટિટ્યુટના મોહક લૉનમાં ભારતવ્યાપી આર્ટિસ્ટ રેસિડેન્સી પ્રોગ્રામ – “વિલા સ્વાગતમ” – ના લોન્ચિંગ સમયે તેમના સંબોધનમાં આ વાત કહી.