- દિલ્હી આજથી અનલોક થશે
- પાર્ક ખુલ્લા મૂકાશે
- સ્કુલ, કોલેજ, સાંસ્કૃતિ પ્રોગ્રામ પર પાબંધિઓ યથાવત
દિલ્હીઃ- સમગ્ર દેશભરમાં કોરોનાની ત્રીજી લહેર તીવ્ર બનતાની સાથે જ અનેક પાબંધિઓ લાગુ કરવામાં આવી હતી, ત્યાર બાદ કોરોનાના કેસોની સ્થિતિ સામાન્ય થતાની સાથએ જ થોડી પાબંધિઓ હળવી કરવામાં આવી, ત્યારે હવે આજથી દેશની રાજધાની દિલ્હી ખાતે અનલોક થવાની શરુઆત થશે, જે મુબજ અનેક પ્રકારની પાબંધિઓ 28 જૂન સુધી લંબાવવામાં આવી છે જ્યારે આજથી અનેક ઠૂટછાટ પણ આપવામાં આવી છે.
દિલ્હીમાં આજથી બાર્સલશે અને લોકો પાર્કમાં ચાલવા પણ જઈ શકશે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર, કોરોના માર્ગદર્શિકાને અનુસરીને ઉદ્યાનોમાં યોગ કરવાની છૂટ રહેશે. જો કે શાળાઓ અને કોલેજો ખોલવાની પરવાનગી હજી આપવામાં આવી નથી.
કોરોનાની ત્રીજી લહેરની શંકા વચ્ચે વિતેલા દિવસને રવિવારે દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જારી કરાયેલી નવી માર્ગદર્શિકા મુબજ, રેસ્ટોરાં 50 ટકા બેઠકની ક્ષમતા સાથે રાત્રે 8 વાગ્યાની જગ્યાએ રાત્રીના 10 વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાશે. બારનો સમય બપોરે 12 થી રાત્રે 10 વાગ્યા સુધી રાખવામાં આવ્યો. એક ઝોનમાં એક દિવસમાં એક સાપ્તાહિક બજાર ખોલવાની પરવાનગી ચાલુ રાખવામાં આવી છે. સાપ્તાહિક બજારને રસ્તાની બાજુએ નહીં, પરંતુ શાળાના કેમ્પસમાં અથવા મેદાનમાં ખોલવાની મંજૂરી આપવામાં આવશે.
દિલ્હીમાં અનલોક- 4 માં પણ સિનેમા હોલ, મનોરંજન પાર્ક અને જીમ ખોલવાની મંજૂરી આપવામાં આવી નથી. દિલ્હી મેટ્રો, ડીટીસી બસો, કેબ-ટેક્સી, ઓટો અને અન્ય જાહેર વાહનો 50 ટકા બેઠક ક્ષમતા સાથે કાર્યરત રહેશે. 50 ટકાની મર્યાદા ખાનગી અને સરકારી કચેરીઓમાં લાગુ થશે. આ સાથે જ સામાજિક, રાજકીય, ધાર્મિક કાર્યક્રમોને મંજૂરી આપવામાં આવશે નહીં. જિલ્લા મેજિસ્ટ્રેટ્સને બજારોમાં રેન્ડમ કોવિડ તપાસ કરવા સૂચના આપવામાં આવી છે.આ ઉપરાંત શાળા, કોલેજો પણ બંધ રહેશે.