Site icon Revoi.in

Parle-G હવે બિસ્કીટ ઉપરાંત બનાવશે આટા, ITC સહીત પતંજલિ જેવી બ્રાન્ડ્સને આપી શકે છે ટક્કર!

Social Share

મુંબઈ : દેશની સૌથી મોટી અને લોકપ્રિય બિસ્કિટ કંપની પાર્લે-જી હવે ટૂંક સમયમાં તે આટા (લોટ) બજારમાં ઉતારવા જઇ રહી છે. કંપનીની તૈયારી લોકપ્રિય આટા બ્રાન્ડ આશીર્વાદ સહિત પતંજલિ વગેરેને ટક્કર આપવાની છે. કંપની ઉત્તર અને પશ્ચિમ ભારતમાં બ્રાન્ડેડ આટા બ્રાન્ડ રજૂ કરશે અને ત્રણ સ્ટોક કિપિંગ યુનિટ હેઠળ વેચવામાં આવશે.

સોમવારે કંપની તરફથી નિવેદન જારી કરતાં કહેવામાં આવ્યું હતું કે ‘પાર્લે જી ચક્કી આટા’ શહેરી અને ગ્રામીણ બજારોમાં વેચવામાં આવશે. કંપનીના જણાવ્યા મુજબ, આ દિવસોમાં ઘણા લોકો ખોરાકમાં આરોગ્યપ્રદ ઉત્પાદનો શોધી રહ્યા છે, તેથી બ્રાન્ડનો વિશ્વાસ અન્ય ફૂડ સેગમેન્ટમાં વધારવામાં આવી રહ્યો છે. આ પ્રોડક્ટ ગ્રાહકોને ગુણવત્તાયુક્ત ઘઉંનો લોટ પૂરા પાડવાના હેતુથી શરૂ કરવામાં આવી છે.

પાર્લે પ્રોડક્ટ્સના સિનિયર કેટેગરીના વડા મયંક શાહનું કહેવું છે કે,મહામારી દરમિયાન બ્રાન્ડેડ આટા લેનારા લોકોની સંખ્યામાં વધારો થયો છે. અવર-જવર પર પ્રતિબંધ હોવાને કારણે મોટાભાગના લોકો ઓનલાઇન સામાન મંગાવી રહ્યા છે, એવામાં પેકેટ વાળા લોટની માંગમાં વધારો થયો છે. આવી સ્થિતિમાં, કંપની લોકોને આરોગ્યપ્રદ રીતે વધુ સારી ગુણવત્તાવાળો લોટ પ્રદાન કરે તે હેતુથી તેને બજારમાં રજૂ કરશે.

પાર્લે-જી ભારતમાં સૌથી વધુ વેચાયેલી બિસ્કીટ બ્રાન્ડ છે. વર્ષ 1929 માં સ્થપાયેલી આ કંપની દેશમાં સ્નેક્સ અને કન્ફેક્શનરીનું વેચાણ પણ કરે છે.2020 ના બ્રાન્ડ ફુટપ્રિન્ટ રેન્કિંગ અધ્યયનમાં પાર્લે ટોચ પર હતી. 2020 રેન્કિંગમાં પાર્લેની સર્વોચ્ચ સીઆરપી 6029 હતી, જે અગાઉના રેન્કિંગ કરતા 12 ટકા વધારે હતી.