- સોમાસુ સત્ર શરુ થતા પહેલા પીએમ મોદીની અપીલ
- કહ્યું – ‘સંસદ તીર્થ ક્ષેત્ર છે, રાષ્ટ્રહીતમાં થવો જોઈએ સંવાદ’
- આજથી મોનસુન સત્રનો થઈ રહ્યો છે આરંભ
દિલ્હીઃ- આજે સંસદનં સોચાસું સત્ર શરુ થવા જઈ રહ્યું છે,આ સત્રમાં સંસદની 18 બેઠકો યોજાશે, જે 12 ઓગસ્ટ સુધી ચાલશે, તો સાથે જ રાષ્ટ્રપતિના પદ માટેની ચૂંટણી પણ યોજાવા જઈ રહી છે ત્યારે હવે આવા પ્રસંગે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાંસદોને અપીલ કરી છે અને કહ્યું છે કે આ એક તીર્થ ક્ષેત્ર છે અને અહી માત્ર રાષ્ટ્રહીત માટે જ સંવાદ કરવો જોઈએ.
ઉલ્લેખનીય છે કે આ સત્રમાં અનેક મુદ્દાઓ પર ચર્ચાઓ થઈ શકે છે,વિરોધ પક્ષ વધતી મોંધવારી પર પોતાનો પ્રકાર કરી શકે છે ,હંગાનો મચાવી શકે છે ત્યારે પીએમ મોદીએ દરેકને સંવાદ કરવા ખુલ્લા મનથી કહ્યું છે પણ સાથે જ કહ્યું છે કે બને તેટલા એવા પ્રયત્નો કરવા જોઈએ જેનાથી આપણે સંસદને વધુ પ્રોડેક્ટિવ બનાવી શકીએ.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાંસદોને સહયોગની અપીલ કરી હતી. “આ સત્ર મહત્વપૂર્ણ છે. આ સાથે જ પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે ચૂંટણી યોજાઈ રહી છે. આજે મતદાન પણ ચાલી રહ્યું છે. આ સમયગાળામાં નવા રાષ્ટ્રપતિ, નવા ઉપરાષ્ટ્રપતિ દેશને માર્ગદર્શન આપવાનું શરૂ કરશે.
પીએમ મોદીએ કહ્યું કે, અમે હંમેશા ગૃહને સંચારનું એક કાર્યક્ષમ માધ્યમ માનીએ છીએ.જે એક તીર્થસ્થળ ગણાય છે. જ્યા ખુલ્લા મનથી સંવાદ થાય. જો જરૂરી હોય તો વાદ વિવાદ પણ થાય, ટીકા પણ કરો. વસ્તુઓનું વિગતવાર વિશ્લેષણ પણ કરો. જેથી, નીતિ અને નિર્ણયોમાં સકારાત્મક યોગદાન મળે.
આ સાથે જ તેમણે તમામ સાંસદોને અપીલ કરી હતી સંપૂર્ણ અને સારી રીતે ખુલ્લા મનથી તેઓ ચર્ચા કરે. સંસદને શક્ય તેટલું પ્રોડેક્ટિવ બનાવવા માટે દરેકે મળીને પ્રયાસો કરવા જોઈએ.ગૃહની ગરિમા જાળવવા માટે આપણે સૌ આપણી ફરજો નિભાવતી વખતે આ સત્રનો રાષ્ટ્રીય હિતમાં ઉપયોગ કરીએ.