નવી દિલ્હીઃ સંસદની સુરક્ષાની નજર ચુકવીને 13 ડિસેમ્બરએ બે યુવકો ગૃહમાં પ્રવેશ્યા હતા. આ યુવકો પ્રેક્ષક ગેલેરી માંથી લોકસભાની કાર્યવાહી દરમિયાન ગૃહમાં કૂદી પડ્યા હતા. એના પછી બંન્નેએ કલર બોમ્બ કેનનો ઉપયોગ કર્યો હતો. દિલ્હી પોલીસે સંસદમાં ઘૂસણખોરીના આરોપીઓના પોલિગ્રાફી ટેસ્ટ કરાવવાની તૈયારી શરુ કરી છે. એના માટે દિલ્હી પોલીસે દિલ્હીની પટિયાલા કોર્ટ પાસે થી પરવાનગી માગી છે. પોલિસની અરજી પર 2 જાન્યુઆરી એ કોર્ટ સુનાવણી કરશે. હાલ બધા આરોપીઓ 5 જાન્યુઆરી સુધી ન્યાસિક કસ્ટડીમાં છે.
સુત્રોના જણાવ્યા અનુસાર, 13 ફેબ્રુઆરીએ સંસદ પર હુમલાની 22મી વરસી હતી. લોકસભાની કાર્યવાહી દરમિયાન બે યુવકો પ્રેક્ષક ગેલેરીમાંથી ગૃહમાં કૂદી પડ્યા હતા. આ યુવકો સુત્રોચ્ચાર કરી રહ્યા હતા, ત્યારે એક યુવકે તેના જૂતા માંથી સ્પ્રે કાઢીને પીળા રંગનો ગેસ છોડ્યો હતો. આ દરમિયાન ગૃહમાં નાસભાગ જેવો માહોલ સર્જાયો હતો. જોકે કેટલાક સાંસદોએ બંન્ને યુવકોને પકડી પાડ્યા હતા અને એમને સુરક્ષાકર્મીઓને સૌંપી દીધા હતા. આ બંન્ને યુવકોની ઓળખ સાગર શર્મા અલે મનોરંજન ડી તરીકે થઈ હતી.
જ્યારે ગૃહમાં આ બંન્ને યુવકો ઘુસ્યા હતા, ત્યારે ગૃહની બહાર સુત્રોચ્ચાર કરતા અને વિરોધ કરતી મહિલા નીલમ દેવી અને તેના સાથીદાર અમોલ શિંદેને પોલીસે ઝડપી લીધા હતા. આ બંને આરોપીઓએ પણ કલર બોમ્બનો ઉપયોગ કર્યો હતો. આ ચાર આરોપીઓ સિવાય પોલીસે બીજા બે યુવકો લલિત ઝા અને મહેશ કુમાવતની ધરપકડ કરી છે. લલિત ઝા બનાવ વખતે સંસદની બહાર ઉભો હતો. તેણે ગૃહની બહાર વિરોધ કરી રહેલા આરોપીઓનો વિડિયોં બનાવ્યો હતો અને તેને વોટ્સએપ દ્વારા તેના એક સાથીને મોકલ્યો હતો. એટલું જ નહિં લલિત જ્હાં જોડે બધા આરોપીઓના મોબાઈલ પણ હતા. તેને રાજસ્થાન જઈને તમામ મોબાઈલ સળગાવી દીધા હતા. દરમિયાન આ કેસમાં સંડોવાયેલા મહેશની પણ ધરપકડ કરી હતી.