1. Home
  2. ગુજરાતી
  3. સંસદ ટીવી: વડાપ્રધાન આજે કરશે શુભારંભ,લોકસભા અને રાજ્યસભા ચેનલનો થશે વિલય
સંસદ ટીવી: વડાપ્રધાન આજે કરશે શુભારંભ,લોકસભા અને રાજ્યસભા ચેનલનો થશે વિલય

સંસદ ટીવી: વડાપ્રધાન આજે કરશે શુભારંભ,લોકસભા અને રાજ્યસભા ચેનલનો થશે વિલય

0
Social Share
  • પીએમ મોદી સંસદ ટીવી ચેનલ લોન્ચ કરશે
  • રાજ્યસભા અને લોકસભા ટીવીનો થશે વિલય
  • કાર્યક્રમમાં ઉપરાષ્ટ્રપતિ-લોકસભા સ્પીકર આપશે હાજરી   

દિલ્હી:દેશમાં બુધવાર એટલે કે આજે સંસદ ટીવીના રૂપમાં નવી સરકારી ચેનલની સેવાઓ ઉપલબ્ધ થશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેનું લોકાર્પણ કરશે. આ ચેનલ લોકસભા અને રાજ્યસભા ટીવીના વિલયના માધ્યમથી કરવામાં આવી છે.

પ્રધાનમંત્રી કાર્યાલયએ મંગળવારે એક નિવેદન જારી કરીને કહ્યું કે, ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ અને લોકસભા સ્પીકર ઓમ બિરલા પણ આ કાર્યક્રમમાં હાજરી આપશે. લોકસભા ટીવી અને રાજ્યસભા ટીવી ચેનલોના વિલય બાદ સંસદ ટીવી શરૂ કરવામાં આવી રહ્યું છે. ચેનલના સીઈઓની નિમણૂક માર્ચમાં કરવામાં આવી હતી. નિવૃત્ત IAS અધિકારી અને ભૂતપૂર્વ કાપડ સચિવ રવિ કપૂરને સંસદ ટીવીના CEO બનાવવામાં આવ્યા છે, જ્યારે લોકસભા સચિવાલયમાં સંયુક્ત સચિવ મનોજ અરોરા તેના OSD હશે.

પીએમઓએ કહ્યું કે,સંસદ ટીવીનું પ્રોગ્રામિંગ મુખ્યત્વે ચાર કેટેગરીમાં હશે, જેમાં સંસદ અને લોકશાહી સંસ્થાઓની કામગીરી, નીતિઓ અને યોજનાઓનો અમલ, ભારતનો ઇતિહાસ, સંસ્કૃતિ અને મુદ્દાઓ, સમકાલીન પ્રકૃતિની ચિંતા જેવા વિષયોનો સમાવેશ થાય છે.

આ ચેનલમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા કરણ સિંહ, અર્થશાસ્ત્રી વિવેક દેવ રાય, નીતિ આયોગના સીઇઓ અમિતાભ કાંત, એડવોકેટ હેમંત બત્રા સક્રિય ભૂમિકામાં જોવા મળશે. તેઓ ધર્મથી લઈને કાયદા સુધીના વિવિધ વિષયો પર તેમના શો રજૂ કરશે. તે ભારતીય લોકશાહી પરંપરાઓ અને સંસ્કૃતિના ઉચ્ચ મૂલ્યોને પ્રદર્શિત કરતી તેની એક પ્રકારની ચેનલ હશે. જ્યાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રેક્ષકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ઉચ્ચ ગુણવત્તાની સામગ્રીનું પ્રસારણ કરવામાં આવશે.

આમાં, ખાસ કરીને લોકશાહી મૂલ્યો, સિદ્ધિઓ અને દેશની વિવિધ સંસ્થાઓને લગતી માહિતી રસપ્રદ રીતે રજૂ કરવામાં આવશે. સંસદના સત્ર દરમિયાન તે બે ચેનલો હશે. આ દરમિયાન રાજ્યસભા અને લોકસભાની કાર્યવાહીનું સીધું પ્રસારણ થશે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code