1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. જમ્મુ-કાશ્મરીમાં પર્યટનને પ્રોત્સાહન આપવા આજે સંસદિય દળ ખીણ વિસ્તારની લેશે મુલાકાત – આવતી કાલે પ્રથમ બેઠકનું આયોજન
જમ્મુ-કાશ્મરીમાં પર્યટનને પ્રોત્સાહન આપવા આજે સંસદિય દળ ખીણ વિસ્તારની લેશે મુલાકાત – આવતી કાલે પ્રથમ બેઠકનું આયોજન

જમ્મુ-કાશ્મરીમાં પર્યટનને પ્રોત્સાહન આપવા આજે સંસદિય દળ ખીણ વિસ્તારની લેશે મુલાકાત – આવતી કાલે પ્રથમ બેઠકનું આયોજન

0
Social Share
  • જમ્મુ કાશ્મીરને પ્રોત્સાહ આપવાની કામગીરી
  • સભ્યોની સંસદીય પાર્ટી બુધવારના રોજ ખીણવિસ્તારની મુલાકાતે

દિલ્હીઃ-જમ્મુ કાશ્મીરને દેશની જન્નત માનવામાં આવ છે, કલમ 370 નાબૂદ થતા પહેલા અહીના લોકોમાં ભય અને પ્રવાસીઓનું ઓછુ ઘર્ષણ જોવા મળતું. જો કે કલમ 370 અસરહીન કરાતા અને કેન્દ્ર સાશિત પ્રદેશ તરીકે જાહેર કરતા પર્ટનને પ્રોસ્તાહન આપવાના અનેક કાર્યો હાથ ધરવામાં આવી રહ્યા છે, દેશના અન્ય રાજ્યોની જેમ જમ્મુ કાશ્મીરને પણ સામાન્ય રાજ્ય બનાવવાના સફળ પ્રય્તનો થઈ રહ્યા છે.

પર્યટન અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાના હેતુથી અને જમ્મુ-શ્રીનગર હાઇવે અને અન્ય રસ્તાઓની સ્થિતિની તપાસ માટે 31 સભ્યોની સંસદીય પાર્ટી બુધવારના રોજ ખીણ વિસ્તારોની મુલાકાત લેવા પહોંચશે. આ પાર્ટી 21 થી 23 જાન્યુઆરી દરમિયાન ઔપચારિક રીતે શ્રીનગરમાં રહેશે. આ દરમિયાન, તેઓ પર્યટન વ્યવસાયથી સંબંધિત વિવિધ પ્રતિનિધિ મંડળને મળશે અને તેમની પાસેથી અનુભવ મેળવવાની સાથએ સાથે સૂચનો પણ લેશે.

પાર્ટીનું નેતૃત્વ દક્ષિણ ભારતના સાંસદ વેંકટેશ કરશે. લોકસભાના અધ્યક્ષ દ્વારા રચાયેલી પાર્ટીમાં વિવિધ પક્ષોના સાંસદ હાજર હશે. જમ્મુ-કાશ્મીરની ઉધમપુર બેઠકના સાંસદ અને પીએમઓ રાજ્યમંત્રી ડો,જિતેન્દ્રસિંહ પણ ટીમ સાથે ઉપસ્થિત રહેશે.

આ અંગે 21 જાન્યુઆરીના રોજ મળશે બેઠક

આ સાથે જ ટીમની પ્રથમ બેઠક 21 જાન્યુઆરીએ સવારે 11 વાગ્યે હોટલ તાજ પર સૂચિત કરવામાં આવી છે. પર્યટન વિભાગના સચિવ સરમદ હાફીઝે જણાવ્યું હતું કે, પર્યટન વિભાગના અધિકારીઓ, પર્યટન વ્યવસાય સાથે સંકળાયેલા લોકો સાથે બેઠક બાદ ટીમને પર્યટન ક્ષેત્રે આવતી સમસ્યાઓ વિશે તેમની માહિતી મળશે.

પર્યટન સુવિધાઓ સિવાય અનેક મુદ્દાઓ પર થશે ચર્ચા

આ સાથે જ પર્યટન, મુસાફરી, હોસ્પિટાલિટી  અને માર્ગ ક્ષેત્રને લગતા હોદ્દેદારો સાથે પણ અલગથી બેઠક કરવામાં આવશે. રાષ્ટ્ર નિર્માણમાં હાઇવેની ભૂમિકા અંગે ચર્ચા કરવા એનએચએઆઈ અધિકારીઓ સાથે બેઠક પણ થશે. સાંસદોની એક ટીમ જમ્મુ-કાશ્મીરમાં માર્ગ, હવા અને રેલ કનેક્ટિવિટીની પણ સમીક્ષા કરશે.

સાહિન-

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code