સુઈગામ: ભારતમાં હંમેશા તહેવારોનું અનેરું મહત્વ રહ્યું છે અને દિવાળી હોય અને ચહેરા પણ રોનક ના હોય તો દિવાળીની મજા શુ? દિવાળી જેવા તહેવારમાં તમામ લોકો પોતાના દ્વારા બીજાના મુખ પર સ્મિત આવે તે માટે પ્રયાસો કરતા હોય છે ત્યારે આવુ જ એક વ્યક્તિત્વ છે પરસોત્તમ દેસાઈનું કે જેમના કારણે અનેક બાળકોના મુખ પર સ્મિત આવી ગયુ.
પરસોત્તમ દેસાઈએ સુઈગામમાં આવેલી તાલુકાની પ્રાથમિક શાળામાં અનાથ બાળકોના પાલક એટલે કે એવા માતા પિતા જે અનાથ બાળકોનું જતન કરે છે તેમને મીઠાઈ અને શિક્ષણ કિટનું વિતરણ કર્યું. પરસોત્તમ દેસાઈના આ સરાહનીય પગલાથી બાળકોના મુખ પર પણ સ્મિત આવી ગયુ અને ઉલ્લેખનીય વાત એ છે કે જે શૈક્ષણિક કિટ આપવામાં આવી છે તે બાળકોને ભણવામાં મદદરૂપ થશે.
આ કાર્યક્રમ દરમિયાન પરસોત્તમ દેસાઈની સાથે જિલ્લા કલેક્ટર અને જિલ્લાના પ્રાથમિક શિક્ષણ અધિકારી પણ હાજર રહ્યા હતા.
ગુજરાતી ભાષામાં કહેવત છે કે કોઈના મુખ પર સ્મિત લાવવું તેનાથી સારુ કામ આ દુનિયામાં કોઈ છે જ નઈ… પરસોત્તમ દેસાઈની આ સરાહનીય કામગીરી માટે શાળામાં અનાથ બાળકોનું જતન કરતા માતા પિતાએ પણ પરસોત્તમ દેસાઈનો આભાર માન્યો છે.