Site icon Revoi.in

અમદાવાદના જીવરાજ પાર્કમાં મધુરમ ફ્લેટ્સના દાદરનો ભાગ ધરાશાયી

Social Share

અમદાવાદઃ ચોમાસાની સીઝનમાં ઘણીવાર જર્જરિત બિલ્ડિંગ કે મકાનો ધરાશાયી થતા હોવાના બનાવ બનતા હોય છે. ત્યારે આવો જ એક બનાવ શહેરના જીવરાજપાર્ક વિસ્તારમાં બન્યો છે. આજે વહેલી સવારે વેજલપુરના જીવરાજપાર્ક વિસ્તારમાં આવેલા મધુરમ એપાર્ટમેન્ટમાં બ્લોકના દાદરાનો ભાગ ધરાશાયી થયો હતો. એકાએક આ ઘટના બનતા બે માળના રહીશો અંદર ફસાયા હતા. આ ઘટનાની જાણ થતાં જ ફાયર અને પોલીસ વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયરની ટીમ દ્વારા ફસાયેલા 26 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. આ ઘટનામાં કોઈ જાનહાનિના થઈ નથી.

અમદાવાદના વેજલપુર વિસ્તારમાં જીવરાજ પાર્કમાં આવેલા મધુરમ ફ્લેટમાં બ્લોકના દાદરાનો ભાગ ધરાશાયી થયો હતો. આ ઘટનાનો કોલ મળતાની સાથે જ ફાયર અને પોલીસ વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. બ્લોકમાં રહેતા લોકોનું તાબડતોબ રેસ્ક્યૂ કરવાની કામગીરી હાથ ધરી હતી. ફાયર અને પોલીસ વિભાગની ટીમ દ્વારા ગણતરીની કલાકોમાં જ સ્નોરકેલથી 26 લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. ઉપરના માળે રહેતા તમામ લોકોને સીડીથી મદદથી નીચે ઉતારવામાં આવ્યા હતાં.

ફાયર બ્રિગેડના સૂત્રોના જણાવ્યા મુજબ  આજે વહેલી સવારે 5 વાગ્યાની આસપાસ વેજલપુરમાં જીવરાજ પાર્ક, HP પેટ્રોલ પંપની બાજુમાં આવેલા મધુરમ ફ્લેટમાં દાદરાનો ભાગ એકાએક ધરાશાયી થઈ ગયો હતો. દાદરા પડવાનો અવાજ આવતાની સાથે જ નજીકમાં રહેલા લોકો પણ સ્થળે દોડી ગયા હતાં. જે બાદ તુરંત જ ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર અને પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયરની એકથી બે ગાડી અને એમ્બ્યુલન્સ પણ સ્થળે પહોંચી ગઈ હતી. આ ઘટનામાં 4 માળના રહીશો અંદર ફસાયા હતાં.

ફાયર વિભાગની ટીમ દ્વારા ઉપરના માળે ફસાયેલા લોકોનું સ્નોરકેલની મદદથી રેસ્ક્યૂની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં લોકોના કમરના ભારે દોરડું બાંધી સીડીની મદદથી ધીરેધીરે નીચે ઉતારવામાં આવ્યા હતાં. ગણતરીની કલાકોમાં જ ફાયર વિભાગ અને પોલીસની ટીમે 26 લોકોનું સલામત રેસ્ક્યૂ કરી લીધુ હતું. વહેલી સવારની ઘટના અને લોકો સૂઈ રહ્યાં હોવાથી મોટી દુર્ઘટના બનતા રહી છે.