સાહિન મુલતાની
શિવાજીના બીજા પત્ની સોયરાબાઈના પુત્ર રાજારામ અને તેમના પત્ની રાણી તારાબાઈ,જે ખુબજ સાહસિક,નિડર અને ખડતલ હતા,વર્ષ 1680મા શિવાજીના અવસાન પછી તેમના પ્રથમ પુત્રએ રાજગાદી સંભાળી ત્યારે મરાઠાનું સાશન હતું,સામે હતા મોગલો, રાજગાદીએ બેસેલા શિવાજીના પુત્રનું અવસાન થતા તેમના બીજા પુત્ર રાજારામને સત્તા સોંપાયા બાદ વર્ષ 1700મા તે મૃત્યુ પામ્યા ત્યારે તેમનો પુત્ર શિવાજી-2 ચાર વર્ષનો હતો.અને ત્યાથી પ્રારંભ થઈ તારાબાઈની સંધર્ષ ગાથા,25 વર્ષની વયે વિધવા બન્યા,પતિના અવસાન બાદ પુત્રના નામ સાથે તેઓએ મરાઠા સત્તાના ન્યાયનો નિર્ણય કર્યો.
શિવાજીના મૃત્યુ પછી મરાઠા રાજ્યને સ્થિર નેતૃત્વની જરૂર હતી,તારાબાઈએ હવે મોગલોને વળતો જવાબ આપવાનો હોવાથી તેમણે મોગલો સામે જંગ છેડી,તે કુશળ યોદ્ધા,ઘોડેસવાર લડવૈયા હતા,રાજગાદી સંભાળવા સાથે રાજકીય બાબતોનું જ્ઞાન મેળવી દરેક કાર્યમાં કુશળ થવાનું પ્રારંભ કર્યું,એક મહિલાનું શાસન કરવું મરાઠાઓને ન ગમ્યું,પરતું તારાબાઈની કુશળતા અને નેતૃત્વ ક્ષમતાને મરાઠા નકારી ન શક્યા છેવટે તમામ લોકોએ તારાબાઈને શાસક તરીકે સ્વીકાર્યા.
બીજી બાજુ મોગલની સત્તામાં હતો ઓંરગઝૈબ,જેણે રાજારામના અવસાન પછી પોતાના વિજયનો જશ્ન મનાવ્યો હવે સત્તામાં રાણી તારાબાઈ સક્ષમ રીતે તેમનો મુકાબલો કરવા તૈયાર હતા,મોગલોને હતું કે તારાબાઈ સામે સળતાથી જીત મેળવીશું,પરંતુ તારાબાઈ તેમના સામે મોટો અવરોધ હતા.
તારાબાઈની સત્તામાં મરાઠા જે પ્રદેશો હારી ચૂક્યા તેના પર કબજો મેળવવામાં સફળ થયા,માલવા અને ગુજરાતમાં દક્ષિણ અને પશ્ચિમ વિસ્તારોમાં જીત મળી,વર્ષ 1707મા ઔરંગઝેબનું મૃત્યુ મોગલ સામ્રાજ્યની મોટી હાર અને તારાબાઈની જીત સાબિત થઈ.
મરાઠાના સંગઠની એકતા ભંગ કરવા અને તારાબાઈના ધ્યેયને નબળો પાડવા મોગલોએ સંભાજી કે જે પોતે મરાઠા હતા તેમના પુત્ર શાહુને જેલમાંથી મુક્ત કર્યો,જેણે તારાબાઈની સત્તા છીનવી,તારાબાઈએ તેનો વિરોધ કર્યો પરંતુ મરાઠાના કહેવાથી તારાબાઈએ સત્તા શાહુને સોંપી. છતાં તારાબાઈએ હાર ન માનતા વર્ષ 1709મા કોલ્હાપુરમાં સમાંતર કોર્ટ રચી,શાહુએ તારાબાઈને કોઈ પણ રાજકીય દખલ ન કરવાની શર્તો પર સતારામાં રહેવાની મંજુરી આપી, ત્યારે પણ તારાબાઈએ સતારામાં પોતાની કોર્ટ જાળવી રાખી.
શાહુ સક્ષમ વારસદારની શોધમાં હતા,કારણ કે તે મૃત્યુની પથારીએ હતા.ત્યારે તારાબાઈ 73 વર્ષના હતા,તેમના પૌત્ર રામરાજા કે, જે સૈનિકની પત્ની દ્વારા ગુપ્ત રીતે ઉછેરાયા હતા,રામરાજાની ઓળખ ગુપ્ત રાખવામાં આવી હતી કારણ તેમને ડર હતો કે રાજાસાબાઇ અને સંભાજી દ્વિતીય તેમને મારી નાખશે,તારાબાઈએ તેનું અસ્તિત્વ જાહેર કરી બધાને આશ્ચર્ય ચકિત કર્યા અને શાહુને રાજગાદી માટે રામરાજાનું નામ સુચવ્યું,શાહુએ તેને રાજગાદીના વારસદારની સંમતિ આપીને 1749મા અંતિમ શ્ર્વાસ લીધા.
હવે રામરાજા પેશ્વાના પક્ષમાં થઈ ગયા હતા,તારાબાઈએ તેમના પૌત્રની નિંદા કરીને તેને પદ પરથી હટાવવાનો પ્રયાસ કર્યો.રામરાજાએ પદ છોડવાની ના પાડી,સાતારામાં પેશ્વાઓએ તેમના સામે બળવો કરીને બધી બાજુથી હરાવ્યા,છેવટે તેમણે પેશ્વાનું શાસન સ્વીકાર્યુ.વર્ષ 1752મા તારાબાઈ અને પેશ્વાએ જેજુરી મંદિરમાં પરસ્પર શાંતિના શપથ લીધા અને સમજોતો કર્યો,
તારાબાઈ વર્ષ 1761મા 86 વર્ષની વયે અવસાન પામ્યા,ત્યાં સુધીમાં, શિવાજીના વંશજોની શીર્ષક ભૂમિકા ઓછી થઈ,તારાબાઈ એક બહાદુર, મહત્વાકાંક્ષી અને ઊંચા સ્તરના માથા ભારે શાસક હતા, તેમનું નેતૃત્વ છીનવાઈ ગયાં પછી પણ તેમણે સરકારમાં કામ કરવાનું ચાલુ રાખ્યું.જો પતિના મૃત્યુ પછી રાજગાદીની લગામ ન સંભાળી હોત,તો મરાઠાનું રાજ પહેલા જ પતી ગયું હોત,તારાબાઈ સમય કરતા આગળ હતા અને સક્ષમ હોવા છતાં તેમણે પોતાની મહત્વાકાંક્ષાને મારી નાખવાની ફરજ પડી હતી,ફક્ત એટલા માટે કે તે એક સ્ત્રી હતા,એટલે સત્તામાં રહેલા પુરુષોમાં સમર્થ શાસકને સ્વીકારવાની ભાવના અને શક્તિ નહોતી, માટે જ પેશવાઓને રાજ સોંપવું પડ્યું.