અમદાવાદઃ ભાજપના પ્રધેશ અધ્યક્ષ સીઆર પાટિલ સુરતમાં 5000 રેમડેસિવિર ઈન્જેક્શન વિતરણના મામલે વિવાદ જાગ્યા બાદ હવે પાટિલે પક્ષના તમામ ઘારાસભ્યો અને સાંસદોને 100-100 બેડના કોવિડ સેન્ટર શરૂ કરવાનો આદેશ કર્યો છે. પાટિલના આ નિર્ણય સરાહનિય છે, પણ પક્ષ પ્રમુખના આદેશનું પાલન કરવામાં આવે તો કોવિડના દર્દીઓ માટે 14,500 નવી પથારીઓ ઊભી થઇ જશે. સરકારે કરેલી વ્યવસ્થા સિવાય આ નવી વ્યવસ્થા ઊભી થઇ શકે છે, હાલ ગુજરાતમાં ભાજપના 111 ધારાસભ્યો, 26 લોકસભાના અને 8 રાજ્યસભાના સાંસદો છે. આ તમામ મળીને કુલ 145 ચૂંટાયેલાં પ્રતિનિધિઓને પાટીલે પોતાના વિસ્તારમાં કોરોનાના દર્દી માટે 100-100 પથારીની સરકારી સિવાયની વ્યવસ્થા ઊભી કરવા જણાવ્યું છે.
ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલે પક્ષના તમામ ધારાસભ્યો અને સંસદ સભ્યોને પોતાના વિસ્તારોમાં 100-100 બેડના કોવિડ સારવારના સેન્ટર ચાલુ કરવા આધેશ આપ્યા છે. જો પક્ષ પ્રમુખના આદેશનો અમલ થાય તો કોવિડના દર્દીઓ માટે 15000 બેડની વ્યવસ્થા થઈ શકશે. રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધતું જાય છે. ભાજપના જ ઘણા ધારાસભ્યો, સાંસદો અને કાર્યકર્તાનો કોરોનાનો ચેપ લાગ્યો છે. નેતાઓને તો સારી હોસ્પિટલોમાં સેવા મળી રહે પણ કાર્યકર્તાઓની સ્થિતિ કફોડી છે, ત્યારે તમામ વિધાનસભા વિસ્તારમાં કોવિડ સારવાર કેન્દ્રો શરૂ કરવાથી પક્ષના કાર્યકર્તાઓ અને લોકોને પણ ફાયદો થશે
પાટીલે ગુજરાત પ્રદેશ ભાજપના પદાધિકારીઓ, કારોબારી સભ્યો, જીલ્લા અને મહાનગરના પ્રમુખો, ધારાસભ્યો ,સાંસદો અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટાયેલી પાંખના સભ્યો સાથે વર્ચ્યુઅલ બેઠક યોજી હતી. તેમાં તેમણે આદેશો આપ્યાં છે. તેમણે કહ્યું કે ભાજપ જીલ્લા-મહાનગરમાં હેલ્પડેસ્ક અને પ્રદેશ કક્ષાએ હેલ્પલાઇન શરૂ કરશે જેમાં સરકારી અને ખાનગી હોસ્પિ.માં ઉપલબ્ધ બેડ વેન્ટિલેટર,ઓક્સિજનેની માહિતી દર કલાકે મળશે.