કેન્દ્ર દ્રારા લેવાયેલા પગલા બાદ હવે દિલ્હી એરપોર્ટ પર યાત્રીઓની ભીડ નિયંત્રણમાં – 10 જ મિનિટમાં એન્ટ્રી
- દિલ્હી એરપોર્ટ પર સ્થિતિ કાબૂમાં
- સરકાર દ્રારા લેવાયેલા પગલા બાદ હવે જલ્દી મળી રહી છે એન્ટ્રી
દિલ્હીઃ- ક્રિસમસની રજાઓ અને 31 જેવા તહેવારોને લઈને ફ્લાઈટના યાત્રીઓની સંખ્યામાં વધારો થયો હતો ત્યારે બાદ દિલ્હગી ઈન્ટનેશનલ એરપોર્ટ પર યાત્રીઓની ભીડ જોવા મળી જેને લઈને યાત્રીઓને 3 કલાક પહેલા બોલવવામાં આવતા હતો જો કે આ મામલે સરકારે મહત્વના પગલા લીધા હતા જેની અસર સકારાત્મક જોવા મળી છે તહેવારો આવતી કાલથી શરુ થતા હોવા છંત્તા હવે દિલ્હીના એરપોર્ટની સ્થિતિ નિયંત્રણમાં આવી છે.
દિલ્હી એરપોર્ટના ટર્મિનલ 3 પર, હવાઈ મુસાફરો હવે 1 મિનિટથી 8 મિનિટમાં તમામ પ્રવેશદ્વારોથી એરપોર્ટ અંદર પ્રવેશ કરી શકશે. એરપોર્ટ એડમિનિસ્ટ્રેશને કહ્યું કે 1-8 મિનિટના વેઇટિંગ ટાઈમ સાથે મુસાફરોની સરળ અવરજવર સુનિશ્ચિત કરવામાં આવી રહી છે.આ પહેલા આ યાત્રીઓને એરપોર્ટ પર ત્રણ કલાક પહેલા બોવાલલામાં આવ્યા હતા.
પ્રાપ્ત જાણકારી પ્રમાણે દેશ અને દુનિયાના સૌથી વ્યસ્ત અને આધુનિક એરપોર્ટ એવા દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર હવાઈ મુસાફરોની હાલત છેલ્લા કેટલાક સમયથી રેલ મુસાફરો જેવી બનતા ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. લોકો સોશિયલ મીડિયા દ્વારા પોતાનો ગુસ્સો ઠાલવી રહ્યા હતા. જો કે હવે સ્થિતિમાં સુધારો થયો છે.ટર્મિનલ 3 પર પરિસ્થિતિ એવી બની હતી કે લોકોને 8-10 કલાક સુધી લાઇનમાં ઉભા રહેવું પડ્યું હતું. એરપોર્ટે મુસાફરોને ત્રણ કલાક પહેલા એરપોર્ટ પર પહોંચવાની સલાહ આપી હતી જેથી તેઓ તેમની ફ્લાઇટ ચૂકી ન જાય. બગડતી પરિસ્થિતિને જોતા ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાને પણ પરિસ્થિતિનો તાગ મેળવવા માટે અચાનક એરપોર્ટ પર પહોંચવું પડ્યું હતું. ત્યાર બાદ સ્થિતિનું નિરિક્ષણ કરીને અનેક જરુરી પગલા લેવાયા હતા.