• નાણાકીય વર્ષ 2022-23ના 38.9 લાખ યુનિટ કરતાં 9 ટકા વધુ
• સ્પોર્ટ્સ યુટિલિટી વ્હિકલનો હિસ્સો નાણાકીય વર્ષ 2022-23માં વધીને 50.4 ટકા થયો
• એસયૂવી (સ્પોર્ટ્સ યુટિલિટી વ્હીકલ) સેગમેન્ટમાં વાર્ષિક ધોરણે 28 ટકાનો વધારો
નવી દિલ્હીઃ સ્પોટ્સ યૂટીલિટી વાહનોની મજબૂત માંગના દમ પર, ભારતમાં યાત્રી વાહનોના વેચાણ ચાલું વર્ષ 2023-24માં 42 લાખથી વધારે યૂનિટ્સ સાથે રેકોર્ડ ઉચ્ચ સ્તર પર પહોંચી ગયો.
વિવિધ ઓટોમેકર્સ દ્વારા રેકોર્ડ વેચાણને કારણે પાછલા નાણાકીય વર્ષમાં નિર્માતાઓથી ડીલરોને કુલ પેસેન્જર વાહનોની ડિસ્પેચ વધીને 42.3 લાખ યુનિટ થઈ ગઈ છે. જે નાણાકીય વર્ષ 2022-23ના 38.9 લાખ યુનિટ કરતાં 9 ટકા વધુ છે. કુલ પેસેન્જર વ્હીકલ ડિસ્પેચમાં સ્પોર્ટ્સ યુટિલિટી વ્હિકલનો હિસ્સો નાણાકીય વર્ષ 2022-23માં વધીને 50.4 ટકા થયો છે જે ગયા નાણાકીય વર્ષમાં 43 ટકા હતો.
એસયૂવી (સ્પોર્ટ્સ યુટિલિટી વ્હીકલ) સેગમેન્ટમાં વાર્ષિક ધોરણે 28 ટકા, હેચબેકમાં 12 ટકા, સેડાનમાં 6 ટકા, MPV (મલ્ટિ-પર્પઝ વ્હીકલ)માં 19 ટકા અને વેનમાં 6.5 ટકાનો વધારો થયો છે. 31 માર્ચ, 2024 ના રોજ પૂરા થતા નાણાકીય વર્ષ માટે ઉચ્ચ બેઝ ઇફેક્ટને કારણે ઉદ્યોગના જાણકારો ચાલુ નાણાકીય વર્ષમાં “સિંગલ-ડિજિટ” વેચાણ વૃદ્ધિ જોવાની ઉમ્મીદ રાખે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, દેશમાં હવે મોટરકાર સામાન્ય બની ગઈ છે, તેમજ કારની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થયો છે. દર મહિને હવે લાખો લોકો નવા વાહનની ખરીદી કરી રહ્યાં છે. બીજી તરફ સરકાર દ્વારા હાઈવે આધુનિક બનાવતા લોકોની પરિવહન સેવા પણ સુધરી છે.