Site icon Revoi.in

સ્ટેશન પર ટ્રેન 20 મિનિટ પહેલા પહોંચી જતા યાત્રીઓ સ્ટેશન પર ગરબે ઘુમ્યા,સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ

Social Share

ભોપાલ- આજે સોશિયલ મીડિયા પર એક વીડિયો ઘૂમ મચાવી રહ્યો છે,વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને આ વીડિયો છે રેલ્વે સ્ટેશન પર ગરબે ઘુમતા ટોળાનો, જી હા , આસપાસના લોકોએ આ નજારો જોતા જ પોતાના ફોનમાં વીડિયો બનાવાનું શરુ કર્યું અને સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયો

આ ઘટના છે મધ્ય પ્રદેશના રતલામના જિલ્લાની, લોકો પોતાને ફ્રેશ કરવા રેલ્વેમાંથી ઉતરીને પ્લેટફઓર્મ પર ગોળ કુંડાળામાં ગરબા ઘુમી રહ્યા છે,રતલામથી વાયરલ થઈ રહેલો વીડિયો પ્લેટફોર્મ નંબર 4નો છે.

વાત જાણે એમ છે કે , બાંદ્રા-હરિદ્વાર ટ્રેન બુધવારે રાત્રે 10.15 વાગ્યે રતલામ પહોંચી હતી. તે 20 મિનિટ પહેલા આવી પહોંચી હતી. તે જ સમયે, જ્યારે તેમાં બેઠેલા કેટલાક લોકોને ખબર પડી કે ટ્રેન 20 મિનિટ વહેલી આવી ગઈ છે અને અહીં તેનું સ્ટોપેજ લગભગ 10 મિનિટ છે, તો તેઓ કંટાળો આવવા લાગ્યા. આ કંટાળા વચ્ચે કેટલાક લોકો અચાનક સ્ટેશન પર ઉતરી ગયા હતા.અને ગરબા રમવા લાગ્યા હતા.

મોબાઈલમાં સોંગ વગાડીને ગરબે ઘુમતા આ પ્રવાસીઓ આસપાસના લોકોનું આકર્ષમ બન્યા હતા,લોકોએ ગુજરાતી હિટ્સ, ગરબા હિટ્સ અને ઘણા બોલિવૂડ ગીતો પર ગરબા રજૂ કર્યા