Site icon Revoi.in

માસ્ક ન પહેરનારા યાત્રીઓને DGCA એ વિમાન પ્રસ્થાન પહેલા હટાવાની સૂચના આપી

Social Share

દિલ્હીઃ- તાજેતરમાં કોરોનાના કેસોમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે ખાસ કરીને મહારાષ્ટ્રમાં કોરોનાના કેસો વધતો જોવા મળ્યા છે જેને લઈને માસ્ક પહેરવાની અપીલ કરવામામં આવી રહી છે ત્યારે હવે નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્રારા પણ વિમાનમાં નમુસાફરી કરતા યાત્રીઓ જો માસ્ક ન પહેરો તો કડક વલણ અપનાવાની ચૂચના આપી છે.ઉલ્લેખનીય છે કે ડીજીસીએની આ માર્ગદર્શિકા દિલ્હી હાઈકોર્ટના કોવિડ સુરક્ષા પગલાંનું પાલન કરવાનો ઇનકાર કરનારા મુસાફરો સામે કડક વલણ અપનાવવાના આદેશ પછી સામે આવી છે

પ્રાપ્ત જાણકારી પ્રમાણે એવિએશન રેગ્યુલેટર DGCA એ એરપોર્ટ અને હવાઈ મુસાફરીમાં માસ્ક ન પહેરનારાઓ સામે પોતાનું વલણ કડક  અપનાવ્યું છે. ડીજીસીએએ કહ્યું છે કે જે મુસાફરોએ માસ્ક પહેર્યા નથી તેમને “અનિયંત્રિત” ગણવામાં આવે અને પ્રસ્થાન સમયે ફ્લાઇટમાંથી દૂર કરવામાં આ

વે. તાજેતરના સમયમાં કોરોનાના કેસોમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને આ સૂચનાઓ જારી કરવામાં આવી છે. એવિએશન રેગ્યુલેટર ડીજીસીએએ બુધવારે કહ્યું કે સીઆઈએસએફના જવાનો માસ્કનો નિયમ લાગુ કરશે. કોઈપણ પેસેન્જર આ નિયનું પાલન કરવાનો ઇનકાર કરે છે તેને વિમાનના ટેકઓફ પહેલા ઉતારી દેવા જોઈએ.ઉલ્લેખનીય છે કે આ પહેલા કોર્ટે માસ્ક પહેરવાને લઈને કડક વલણ દાખ્વ્યું હતું ત્યારે હવે ડીજીસીએ દ્રારા આ સૂચના જારી કરવામાં આવી છે.