ડોમેસ્ટિક એરલાઈન્સના ટિકિટ ભાડામાં નોંઘાયો ઘટાડો, આગળ પણ ટિકિટના દરોમાં વધુ રાહતની સંભાવના
- ઘેરલુ વિમાન સેવાના યાત્રીઓને રાહતચ
- ટિકિટના ભાવમાં નોંધાયો ધટાડો
દિલ્હીઃ- તાજેતરમાં ઘરેલુ વિમાન સેવાનો લાભ લઈ રહેલા યાત્રીઓ માટે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે.જાણકારી પ્રમાણે ડોમેસ્ટિક એરલાઈન્સના ટિકિટ ભાડામાં ઘટાડો નોંધાતા યાત્રીઓએ રાહતના શ્વાસ લીઘા છે.જ્યાં એક તરફ શાકભાજીના ભાવ આસમાને પહોંચી રહ્યા છે ત્યારે એરલાઈન્સની ટિકિટના દર ઘટતા અવારનવાર વિમાનની યાત્રા કરતા પેસેન્જરને રાહત મળી છે.
જાણકારી અનુસાર દિલ્હી-મુંબઈ સહિત વિવિધ હવાઈ માર્ગો પર ભાડામાં ઘટાડો કરવામાં આવ્યો છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન દ્વારા એકત્રિત કરવામાં આવેલા ડેટાના આધારે કરવામાં આવેલા વિશ્લેષણમાં આ માહિતી મળી છે.
જાણકારી પ્રમાણે ડીજીસીએ એ ટ્રાફિક મોનિટરિંગ યુનિટના ડેટા પર નજર કરીએ તો 10 રૂટમાંથી દિલ્હી-મુંબઈ રૂટ પર સરેરાશ હવાઈ ભાડું 6 જૂનની સરખામણીએ 29 જૂને 74 ટકા ઘટાડવામાં આવ્યું છે. આ સહીત આ સમાન સમયગાળા દરમિયાન, દિલ્હી-પુણે રૂટ પર હવાઈ ભાડામાં 70 ટકા, દિલ્હી-અમદાવાદ રૂટ પર 72 ટકા અને દિલ્હી-શ્રીનગર રૂટ પર 36 ટકા ઘટાડો નોંધાયો છે.
જાણકારી પ્રમાણે મુંબઈ-દિલ્હી અને પુણે-દિલ્હી રૂટ પર સરેરાશ ભાડું અનુક્રમે 23 ટકા અને 17 ટકા વધ્યું છે. આ મહિનાની શરૂઆતમાં ઘણા રૂટ પરના હવાઈ ભાડામાં વધારો કરવામાં આવ્યો હતો, જેના પગલે નાગરિક ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ એરલાઈન્સના પ્રતિનિધિઓને વાજબી કિંમતો સુનિશ્ચિત કરવા માટે સિસ્ટમ ગોઠવવા જણાવ્યું હતું ત્યારે આટલા દિવસો દરમિયાન ઘરેલું વિમાન ટિકિટના ભાડામાં ઘટાડો જોવા મળ્યો છે.