Site icon Revoi.in

ટ્રેનમાં પ્રવાસીઓ હવે રાતના મોબાઈલ ચાર્જીંગ નહીં કરી શકે

Social Share

અમદાવાદઃ કોરોના મહામારીને પગલે આપવામાં આવેલા લોકડાઉન દરમિયાન રેલ સેવા બંધ કરવામાં આવી હતી. જો કે, અનલોકમાં ધીમે-ધીમે સરકારની ગાઈડલાઈન અનુસાર રેલ સેવાઓ શરૂ કરવામાં આવી હતી. ત્યારે મોટાબાગની ટ્રેનો પાટા ઉપર દોડી રહી છે. તેમજ મોટી સંખ્યામાં પ્રવાસીઓ ટ્રેનમાં મુસાફરી કરી છે. પ્રવાસીઓ હવે રાત્રિના સમયે ટ્રેનના કોચમાં મોબાઈલ ચાર્જીંગ નહીં કરી શકે. આગની ઘટનાઓને અટકાવવા માટે આ નિર્ણય કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર દેશમાં મોબાઈલ સેવાનો વપરાશ વધતા રેલવે દ્વારા પ્રવાસીઓને ટ્રેનમાં મોબાઈલ ચાર્જીંગની વ્યવસ્થા કરાઈ હતી. જો કે, ટ્રેનોમાં આગ લાગવાની ઘટનાઓ પાછળ મોટાભાગે શોર્ટ સર્કીટ જવાબદાર હોય છે. જેથી આગની ઘટનાઓને અટકાવવા માટે મહત્વનો નિર્ણય લેવાયો છે. મુસાફરો ટ્રેનમાં રાતના 11થી સવારના 5 વાગ્યા સુધી ચાર્જ નહીં થઈ શકે. આ સમય દરમિયાન દરેક કોચને જોડતી સ્વીચ બંધ કરી દેવામાં આવશે. નવી વ્યવસ્થા પ્રમાણે ગોરખપુરથી ચાલતી ગોરખપુર, હસમફર, ગોરખપુર-ઓખા, ગોરખપુર-એલટીટી વગેરે ટ્રેનો સહિત પુર્વોતર રાજયોની દરેક સ્પેશ્યલ એકસપ્રેસ ટ્રેનોમાં રાત્રે 11થી સવારે 5 વાગ્યા દરમિયાન મોબાઈલ ચાર્જીંગની સ્વીચ બંધ કરવાની પ્રક્રિયા શરુ થઈ ગઈ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતમાં લોકડાઉન દરમિયાન રેલ વ્યવહાર બંધ કરવામાં આવી હતી. જો કે, શ્રમજીવીઓ માટે ખાસ ટ્રેન દોડાવીને તેમના ઘરે પહોંચાડવામાં આવ્યાં હતા. અનલોકમાં ધીરે-ધીરે રેલ વ્યવહાર શરૂ કરવામાં આવી હતી. દેશમાં હાલ કોરોના ગાઈડલાઈન અનુસાર રેલવે ટ્રેક ઉપર ટ્રેનો દોડી રહી છે.