દિલ્હીમાં ડ્રાઈવિગ લાઈસન્સની ટેસ્ટ પાસ કરવું હવે વાહન ચાલકો માટે સરળ નહીં રહે
- ઓટોમેટિક ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક ઉપર ડ્રાઈવિંગ લાઈસન્સની ટેસ્ટ લેવાશે
- આઠ મિનિટમાં જ તમામ ટેસ્ટ પાસ કરવાની રહેશે
- વાહન ચાલકોને લાઈસન્સ માટે સરળતા રહેશે
નવી દિલ્હીઃ દેશની રાજધાનીમાં હવે ઓટોમેટિક ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક ઉપર ડ્રાઈવિંગ લાઈસન્સની પરીક્ષા આપવી પડશે. આ ખાસ પ્રકારની પરીક્ષામાં નાપાસ થનાર વાહન ચાલકને લાઈસન્સ મળશે નહીં. ટેસ્ટ ટ્રેક ઉપર ઉમેદવારે તમામ પરીક્ષા માત્ર આઠ મિનિટમાં જ પૂર્ણ કરવાની રહેશે.
સુત્રોના જણાવ્યા અનુસાર દિલ્હીમાં વાહન ચાલકોએ લાઈસન્સ મેળવવા માટે હવે ઓટોમેટિક ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક પર રિવર્સ પેરલલ પાર્કિંગ, આઠડો બનાવવો પડશે, ઓવરટેકિંગ ટેસ્ટ, ટ્રાફિક જંકશન, રિવર્સ પેરલલ પાર્કિંગ જેવા ટેસ્ટ આપવી પડશે. આઠ મિનિટમાં અરજદારે ટ્રેક પૂર્ણ કરવાનો રહેશે. જો અરજદાર કોઈ પણ ટેસ્ટમાં ફેઈલ થનાર અરજદારને ટ્રેકની બહાર કરવામાં આવશે. જે અરજદાર આ ટેસ્ટ પાસ કરનારને જ લાઈસન્સ આપવામાં આવશે. જ્યારે કોઈ ટેસ્ટ ફેઈલ થનાર ઉમેદવારે બીજી વખત તમામ પરીક્ષા આપવી પડશે. દિલ્હી આરટીઓ હવે વાહન ચાલકોને લાયસન્સ આપવા માટે ઓટોમેટિક ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક ઉપર ટેસ્ટ લેશે. વાહન ચાલકોને લાઈસન્સ મેળવા માટે લાંબો સમય બગડશે નહીં.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાં છેલ્લા કેટલાક સમયથી નવા વાહનોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. દેશમાં ટુ-વ્હીલરની સાથે હવે મોટી સંખ્યામાં લોકો કારની ખરીદી કરી રહ્યાં છે. અમદાવાદ સહિત દેશના અનેક શહેરો અને નગરોમાં આરટીઓએ દ્વારા આધુનિટ ટેકનોલોજીની મદદથી પરીક્ષા લેવામાં આવી રહી છે.