Site icon Revoi.in

વિશ્વની સૌથી મુશ્કેલ પરીક્ષાઓમાની એક પરીક્ષા UPSC પાસ કરવાથી માત્ર IAS અને IPS નથી બનાતું,આ પોસ્ટ પણ મળી શકે છે

Social Share

UPSC સિવિલ સર્વિસ પરીક્ષા પાસ કરવી તે લોઢાના ચણા ચાવવા બરાબર કરતા પણ વધારે અઘરુ છે, વિશ્વની સૌથી મુશ્કેલ પરીક્ષાઓમાંની એક પરીક્ષા એટલે કે યુપીએસસી. આ પરીક્ષા પાસ કરવા માટે ભારતમાં દર વર્ષે અનેક લોકો પ્રયાસ કરે છે પરંતુ પાસ કરી શકતા નથી કારણ કે આ પરીક્ષામાં કેવી રીતે પરિણામ નક્કી કરવામાં આવે છે તે કોઈને ખબર જ હોતી નથી.

કેટલાક લોકોને UPSCમાં એવુ લાગતું હશે કે તેમાં માત્ર આઈ.એ.એસ અથવા આઈપીએસ બની શકાય છે, પરંતુ આ વાત તદ્દન ખોટી છે. કારણ કે સિવિલ સર્વિસની પરીક્ષા કર્યા બાદ વિવિધ રેન્કના આધારે ઉમેદવારને IAS, IPS, IFS જેવી પોસ્ટ્સ મળતી હોય છે.

તમામ લોકોને તે વાત ખબર હોવી જોઈએ કે IAS, IPS, IFS વચ્ચે શું તફાવત છે અને કેવી રીતે ઉમેદવારને આ પોસ્ટ મળતી હોય છે. જો વાત કરવામાં આવે IPSની તો એટલે કે ભારતીય પોલીસ સેવા. તેઓ રાજ્ય પોલીસ અને તમામ ભારતીય કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોના કર્મચારીઓને માર્ગદર્શન પુરૂ પાડે છે. ગૃહ મંત્રાલયને આઈપીએસ અધિકારીઓના કેડરને (IPS Cadre) નિયંત્રિત કરવાની સત્તા આપવામાં આવી છે. IPS અધિકારી મુખ્યત્વે કાયદો અને વ્યવસ્થા જાળવવા, અકસ્માતો ટાળવા અને વ્યવહાર કરવા, ગુનાઓને રોકવા અને ટ્રાફિક વ્યવસ્થાપન માટે જવાબદાર છે. ઉપરાંત IPS અધિકારી કેન્દ્ર સરકારમાં CBI, IB અને RAW ના ડિરેક્ટર પણ બની શકે છે.

IASમાં સેવા ભારત સરકારની વહીવટી નાગરિક સેવા છે. સિવિલ સર્વિસ પરીક્ષામાં ટોપ રેન્ક મેળવનાર ઉમેદવારોને IAS બનાવવામાં આવે છે. IAS અધિકારીઓ કેબિનેટ સચિવ, અંડર સેક્રેટરી વગેરે પણ બની શકે છે. વિવિધ રાજ્ય સરકારોની જરૂરિયાતના આધારે IAS અધિકારીઓની ભરતી કરવામાં આવે છે.

IFS એટલે ભારતીય વિદેશ સેવા. આ અધિકારીઓ વિદેશી બાબતો પર કામ કરે છે અને વિદેશ મંત્રાલયમાં તેમની સેવાઓ આપે છે. ઉમેદવારોને IAS, IPS અને IFS પછી IRS રેન્ક મળે છે. આ પોસ્ટમાં અધિકારી તરીકે, વ્યક્તિને પ્રત્યક્ષ કર અને પરોક્ષ કર વહીવટ અને નીતિ નિર્માણનું સંપૂર્ણ જ્ઞાન હોવું જરૂરી છે. તે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ અને સેન્ટ્રલ બોર્ડ ઓફ એક્સાઇઝ એન્ડ કસ્ટમ્સ હેઠળ નાણા મંત્રાલય હેઠળ મહેસૂલ વિભાગ હેઠળ કાર્ય કરે છે.