અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી પાસપોર્ટના અરજદારોની સંખ્યા વધતી જાય છે. નવા પાસપોર્ટ અને પાસપોર્ટ રિન્યુ માટે ઓનલાઈન એપોઈન્મેન્ટ મેળવીને પાસપોર્ટ સેવા કેન્દ્રોની રોજબરોજ અનેક લોકો મુલાકાત લઈ રહ્યા છે. એટલે પાસપોર્ટ ઓફિસ પર કામનું ભારણ વધતું જાય છે.ગુજરાત પ્રાદેશિક પાસપોર્ટ ઓફિસ (RPO) દ્વારા રોજના 3 હજાર કરતા વધારે અરજદારોને અપોઇન્ટમેન્ટ આપવામાં આવે છે, તેમ છતાં અરજદારોને સંખ્યા સતત વધતી જઈ રહી છે. જેના પગલે વિદેશ મંત્રાલય દ્વારા 29 મી એપ્રિલ ને શનિવારના રોજ પાસપોર્ટ ઓફિસ કાર્યરત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી શનિવારે તમામ પાસપોર્ટ સહાયતા કેન્દ્રો ઉપર અરજદારોની અરજીઓ લેવામાં આવશે. જેના માટે ગુરૂવાર અને શુક્રવારે અરજદારો પોતાની એપ્લિકેશન કરી શકશે. જે લોકોને મોડી અપોઇન્ટમેન્ટ મળી છે તેઓ પોતાની અપોઇન્ટમેન્ટ રિ-શિડ્યુલ કરી શકશે. તેમજ શનિવારે માત્ર નોર્મલ કેસના અરજદારો લાભ લઈ શકશે
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતના તમામ પાસપોર્ટ સેવા કેન્દ્રો તા. 29મીને શનિવારે કાર્યરત રહેશે. એટલે અરજદારો કે જેમને મુલાકાની મોડી ડેઈટ મળેલી છે. તેઓ ઓનલાઈન એપોઈન્મેન્ટ રિ-શિડ્યુલ કરી શકશે. કોઈએ અપોઇન્ટમેન્ટ લઈ લીધી છે અને તેમને મોડી એપોઇન્ટમેન્ટ મળી છે તેઓ પણ શનિવાર માટે પોતાની અપોઇન્ટમેન્ટ રિ-શિડ્યુલ કરી શકશે. અરજદારોએ એજન્ટોના રવાડે ચડ્યા વગર પોતાની જરૂરિયાત અને ઇમરજન્સી મુજબ 29મી એપ્રિલના રોજ અપોઇન્ટમેન્ટ લેવાની અનિવાર્ય હોય તો અપોઇન્ટમેન્ટ લેવી જોઈએ. નોર્મલ કેટેગરીમાં અને તત્કાલ કેટેગરીમાં પણ આ યોજનાનો લાભ લઈ શકાશે.
આરપીઓ કચેરીના સૂત્રોના જણાવ્યા મુજબ કોઈ લીગલી કે અન્ય કોઈ વેરીફાય હોય અથવા તો પૂરતા પ્રમાણમાં ડોક્યુમેન્ટ હોય નહીં તેવા કેસમાં આ યોજનાનો લાભ લઈ શકાશે નહીં. માત્ર નોર્મલ કેસના અરજદારો જ શનિવારના રોજ ચાલુ રહેનારી પાસપોર્ટ ઓફિસનો લાભ લઇ શકશે. જે અરજદારોને કોઈ લીગલી ક્વેરી હોય, કોઈ કોર્ટ કેસ ચાલતો હોય અથવા તો અન્ય કોઈ સમસ્યા હોય તેમને નોર્મલ તારીખમાં જ અપોઇન્ટમેન્ટ લેવાની રહેશે ઉનાળુ વેકેશનમાં લોકોએ બહાર જવાનું પ્લાનિંગ કરી દીધું છે. પરંતુ પાસપોર્ટ એક્સપાયર થઈ જતો હોય અથવા તો એક્સપાયરી ડેટના છ મહિના કરતાં ઓછો સમય હોય તેવા લોકો હવે વહેલામાં વહેલી તકે પાસપોર્ટ રિન્યુ થાય તેની મથામણમાં લાગી ગયા છે. ભણવા જઈ રહેલા વિદ્યાર્થીઓ, બિઝનેસ માટે વિદેશ જતા લોકો અને વેકેશનમાં ફરવાનું પ્લાનિંગ કરી રહેલા શહેરીજનોને લઈને પાસપોર્ટ અપોઇન્ટમેન્ટ માટે ધસારામાં સામાન્ય વધારો જોવા મળી રહ્યો છે. (file photo)